SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુ નહિ, સાધર્મિક નહિ, કુટુંબમાં કે બહાર જૈનધર્મના કશા આચાર નહિ વિચાર નહિ, ત્યાં સામાન્ય ધર્મનું ય પાલન શું થાય? પછી સંયમ-ધર્મની તે વાતે ય ક્યાં રહી? તે હવે મારું શું થાય?” આદ્રકુમારને પૂર્વ ભવને જૈન ધર્મ અને સંયમસાધના યાદ આવી જવાથી એને સ્પષ્ટ દેખાય છે કે જૈન ધર્મની સાધના વિના માનવ-અવતાર એ જનાવરને જ અવતાર છે, અને ઉત્તમ માનવભવ એળે જાય છે. એમાંય સંયમ–ધર્મની સાધના વિના લાખેણે મનુષ્ય–જન્મ વિષયના નાદાન ખેલમાં ગુમાવ, એ જેમાંથી કોડ રૂપિયા ઊપજે એવા આ ઉત્તમ ભવને એક ફૂટી કેડી ખાતર વેડફી નાખવાનું થાય છે. એને હાડોહાડ લાગી ગયું છે કે માનવ જનમનું સંયમ-સાધના વિના બીજું કર્તવ્ય જ નથી. જેમ, દા. ત. મહામુશ્કેલીએ મળેલ સુવર્ણ–રસનું સેનું બનાવી લેવા સિવાય બીજું કર્તવ્ય જ ન હોય, ત્યાં એ સુવર્ણ–રસને હાથપગ ધોવા અને વાસણ માંજી સાફ કરવામાં ઉપયોગ ન જ કરાય. એમ માનવ જનમને ઉપયોગ પરિગ્રહ. આરંભ સમારંભ અને વિષય–સેવનમાં ન જ કરાય. મેટા મેઘકુમાર, ધન્યકુમાર, શાલિભદ્ર, ગજસુકુમાર, સગરચકવતી, સનતકુમારચકવતી, વગેરે મહાસુખી પણ જીવે સંસારમાંથી કેમ એકાએક ઊભા થઈ ગયેલા ? આ જ હિસાબ
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy