________________ જ્ઞાનની રાહ જોવાની શી રહે ? તેમ એ પણ વરત છે કે સંસારમાં શું સારભૂત દેખાય છે? માલ મિલ્કત? દુનિયાનાં માનપાન ? સારું સારું ખાવાનું ? પત્ની પુત્રાદિ પરિવાર? આમાનું શું સારભૂત લાગે છે? ભૂલશો નહિ, એક દિવસ બધું ઊડી જવાનું છે, અને એ રહે એટલે કે દુન્યવી માલ રહે ત્યાં સુધી પણ એ માલ હૈયામાં કેટલા રાગ-દ્વેષના સંકલેશ કવે છેએકે એક સંકલેશની પાછળ તિર્યંચ ગતિનાં પાપ ઠમઠક બંધાય છે! તેમજ એના અશુભ સંસ્કારોને આત્મા પર ઠેર ચડતે જાય છે ! આ જે ગંભીરતાથી મન પર લે, તો હમણાં સંસાર ભારે અકારે લાગીને એમાંથી ઊભા થઈ જવાનું મન થાય. આદ્રકુમારને જાતિસ્મરણ જ્ઞાનથી સંયમની મઝા યાદ આવીગઈ, સંસારમાંથી ઊભા થઈ જવાનું મન થયું. એટલે એને વિચાર આવે છે કે “પરંતુ સવાલ એટલે જ છે કે હવે અહીંથી છુટવું શી રીતે? હા, એક રસ્તો છે.” આર્વકમારની માગણી અને બાપને નિષેધ : આદ્રકુમાર આમ વિચારીને પિતાને કહે છે, “બાપુજી! મારે અભયકુમારને મળવા જવું છે, જેથી અમારે મૈત્રી ગાઢ બને. ત્યાં જાઉં એટલે એ પણ પછીથી અહીં આવે. આમ દસ્તદારી મજબૂત બને તે પછી અવસરે અન્યને ઉપયોગી થઈએ.” આદ્ર કુમારના પિતા અનાર્ય દેશના, તે આનું આય