________________ ઘટાડી નાખે? અથવા “કયારે આ ગેઝારા અર્થની લક્ષ્મીની બલા છુટે ?”–શું એવી ભાવના થઈ ? ત્યારે જે તમારે આટલા ઉપદેશથી અર્થલાલસા છૂટવી સહેલી ન હોય, તે ઉપદેશથી વેશ્યાને છૂટવી સહેલી ? છતાં મુનિ એ ઉપદેશ આપવા ઊભા રહ્યા ! પાછું માત્ર બોલીને ન પતાવ્યું પરંતુ સેનૈયાને વરસાદ વરસાવી બતાવ્યો ! આ બધું શું ? મેહની વિચિત્ર પરિણતિ. ખૂબી જુઓ - આંખના મેલથી સાડાબાર કરોડ સોયા વરસાવ્યા એ આત્મલબ્ધિથી વરસાવી શક્યા. આ લબ્ધિ એમણે સાધેલ ત્યાગ તપ અને સંયમના બળે ઊભી થયેલી. ત્યારે એ ત્યાગ એ તપસ્યા કેટલા પ્રચંડ હશે? અને તે તપ–સંયમ પણ નિરાશંસ ભાવે સાધેલા. આટલા બધા પ્રચંડ ત્યાગ-તપ કરનારા ! છતાં એમને અભિમાન નડ્યું, કેમ? કહે, મોહની પરિણતિ વિચિત્ર છે. હજી આગળ જુએ, વિચિત્ર મહ–પરિણતિ કેવા પડે છે ! પણ એટલું જેજે, જીવ ખોટાં નિમિત્ત સેવે છે તે જ એ મેહ માથે ચડી બેસે છે, અહીં વેશ્યાએ જોયું કે “આ તે આપણને બહુ કામના માણસ છે. તેથી આમને અહીંજ જીવનભર માટે બેસાડી દેવા છે. એટલે હવે જ્યારે મુનિ કહે છે - લે, ખબર પડી કે સાધુ અર્થલાભ કરાવી તે. શકે છે? પરંતુ બળતામાં ઘી ને હેમવું માટે મુનિ અર્થલાભ