________________ બંધુમતીના પતિએ એ જોયું કે કદાચ આધ્યાત્મિક એક ઉપાય પર એટલું શ્રદ્ધાબળ ન હોય તો એ કારગત ન થાય; પરંતુ જે બીજા આધ્યાત્મિક ઉપાય પર શ્રદ્ધાબળ હોય તે તે એ કામ કરી જાય. ત્યારે શાસ્ત્રોમાં મહાપુરુષોના જીવનમાં એ સાંભળ્યું છે કે એમને રેગ હતા પણ જ્યાં આ નિર્ધાર કર્યો કે “જે રેગ મટી જાય તે માટે ચારિત્ર લઈ લેવું,” તે. આશ્ચર્ય છે કે એ નિર્ધારમાત્રથી એમને રેગ મટી ગયે! તેથી આ બંધુમતીમાં પણ કેમ એ ઈલાજ લાગુ ન થાય?” આકુમારની પૂર્વભવે ચારિત્ર-પ્રતિt: બધુમતીને એ કહે છે, “જે વૈદ્ય હાથ ખંખેરી નાખે છે કે તારા રેગન હવે કોઈ ઈલાજ નથી. તે શું હું તને મરતી ઉં? મારે તારે રોગ અને તારું મૃત્યુ જેવું અસહ્ય છે, એટલે હું સંકલ્પ કરું છું. પ્રતિજ્ઞા કરું છું કે જે તારે રેગ. મટી જાય તે માટે ચારિત્ર લઈ લેવું. તારા પર મને લાગણી છે તે તારા આરોગ્ય ખાતર ભલે હું આટલો ભેગ આપીશ. એમાં તુંય જીવી જશે અને હું કાંઈ મરી જવાને નથી હુંય ચારિત્ર જીવનમાં જીવતે જ રહેવાને છું.” આ કે પ્રેમ! કેવી લાગણી છે? સ્વાર્થની કે પરાથની? આમાં દુન્યવી સ્વાર્થ તે કશે સરતો નથી ઉલટું પિતાને સંસાર-સુખ જતા કરી ચારિત્રનાં કષ્ટ ઉપાડવાનાં આવે છે. આ પ્રેમ એ સ્વાર્થ પ્રેમ નહિ, પણ પરાર્થને પ્રેમ છે, એ પ્રેમમાં વૈરાગ્ય ઝળહળે છે. પ્ર - પાર્થ પ્રેમમાં વૈરાગ્ય શી રીતે? ઉ– પરાર્થપ્રેમ આ રીતે છે કે જે આ મારે સ્નેહી-- જીવ મારા સંસારત્યાગથી જીવતે રહેતે હેય, તે “મારે.