________________ સામાને અશુભ ભાવ જગાથા પર એને નીપજતા. દુર્ગતિનાં કારમા દુઃખની આપણને ગભરામણ થાય તે. સામાની દયા આવે; ને તે અશુભ ભાવ જગાડનારી એવી મેહક ભેટ આપતાં કે એવા મેહક બોલ બેલતાં આંચકો આવે. ઉલટું મનને એમ થાય કે ભેટ આપવી છે તે એવા સારા ધાર્મિક પુસ્તકની ભેટ કાં ન આપું ? એવી આધ્યાત્મિક ચીજની ભેટ કાં ન દઉં? કે જેથી સામાને અને એના લાગતા વળગતાને આ પુસ્તક વાંચી યા આ આધ્યાત્મિક વસ્તુ જોઈ - શુભ ભાવ જાગે ? “એમ, બેલ પણ એવા સમતા ભાવના, નમ્રતાના, ધર્મના કાં ન બેલું કે જેથી સામાને શુભ ભાવ જાગે? બેલ બેલવામાં શું ખર્ચ પડે છે? રેફના બેલ બેલીએ તે સામા પર રુવાબ પડે એવી લાલચ તુચ્છ છે. એમાં કયું મોટું માન મલી જાય છે? કે કયું સેનાના પતરે અંક્તિ. થઈ જાય છે કે એ માન અમર રહેવાનું છે? મૂળમાં દષ્ટિ વિશાળ કરવાની જરૂર છે કે આ ઉચ્ચ જનમમાંથી શું સારું કમાઈ લઈ જવું છે? સારું કમાઈ લેવાની કેટલી શુભ સગવડ અહીં મળી છે? સારા શબ્દમાં. શો ખર્ચ પડે છે? કે શી મહેનત પડે છે? મનને આ ધગશ જોઈએ કે મારા સંપર્કમાં આવનારને કેમ હું મારા એવા તન—મન-ધન ને વચન પીરસું કે જેથી એના દિલમાં એથી શુભ ભાવ ઊભા થાય? અભયકુમારે આદ્રકુમારને જિનપ્રતિમા ભેટ મોકલી તે જુઓ એ આદ્રકુમાર એ જોઈને કેવા શુભ ભાવમાં ઝીલી