________________ 2. બીજાને ભેટ-વેણ આદિ કેવા અપાય ? અભયકુમારે જિનપ્રતિમા ભેટ તરીકે મોકલી એને કે અદ્દભુત પ્રભાવ પડે ! આદ્રકુમારના દિલમાં શુભ અધ્યવસાય શુભ ભાવે વહેતા બની ગયા, ઊછળતા થઈ ગયા; તેમજ જેજે આગળ ઠેઠ ચારિત્ર લેવાના નિર્ધાર સુધીના શુભ અધ્યવસાય ઊભા થઈ જવાના છે! આ શાને પ્રતાપ? જિનપ્રતિમાની ભેટ અભયકુમારે મોકલી એને પ્રતાપ. ભેટ કેવીક અપાય ? : તમે ય બીજાને ભેટ આપ છો ને? કેવીક ભેટો ? સામાને ત્યાગ, વૈરાગ્ય, જિનભક્તિ...વગેરેનાં શુભ અધ્યવસાય જગાડે એવી ભેટો? કે સામાને અને બીજાઓને અનેકાનેક વાર રાગ આસક્તિ મમતા જગાડે એવી ભેટ? તથા પિતાની પાસે રહેલ વસ્તુની અપેક્ષાએ આ હલકી વસ્તુ લાગી એના પર દ્વેષ અરુચિ, ઇતરાજી જગાડે એવી ભેટ? આજે લગ્નના. કરિયાવરમાં ભેટો મુકાય છે ને? કેવી ભેટો ? રેડિયેટ્રાન્ઝી. રટર, ટી. વી. સેટ, કેમેરા એવી એવી જ ને? એમ દિવાળી વગેરે પ્રસંગમાં ભેટ અપાય તે કેવી કેવી? સરિયામ ભારે. રાગ-આસક્તિ-આકર્ષણ-મમતા પિષે એવી જ ભેટો ને? એમાં સામા જીવને અધ્યવસાયે કેવા જાગતા રહેશે? એના સગા-સ્નેહીને પણ એ જોઈ જોઈને કેવા અધ્યવસાય જાગવાના? ત્યાગના? વૈરાગ્યના? જિનભક્તિના જીવદયાના? ભગવાન. ભગવાન કરે, દુન્યવી વસ્તુ પર આવા પ્રશસ્ત-શુભ અધ્ય