________________ રાખીને જુએ છે. ગળા પર રાખીને જુએ છે, ખભા પર રાખીને, હૃદય આગળ રાખીને જુએ છે... મનને કાંઈ સમજ નથી પડતી કે આ દાગીને કે બીજું કાંઈ? શરીરના જુદા જુદા સ્થાને રાખી જતાં સમજાયું નહિ. એટલે સામે ઊંચા સ્થાને રાખી જોઈ વિચારે છે કે આ વસ્તુ શી? એમ સામે રાખી જેવામાં પ્રતિમા પર ધ્યાન ખૂબ કેન્દ્રિત થયું, અને બીજી બાજુ ચિંતન ચાલુ છે કે આ શું? એમ મૂર્તિ પર એકાગ્ર ચિંતન કરતાં કરતાં મનને એ ભાસ થવા માંડે કે આવું મેં કયાંક જોયું છે ! એમાં ઊંડે ઊહાપોહ ચાલુ થઈ ગયે કે “આવું ક્યાં જોયું? ક્યાં જોયું?” તે ઠેઠ બાળપણ સુધી પહોંચી ગયો કે એ વયમાં જોયું છે ખરું ? એ ય ન દેખાતાં ચિંતન આગળ વધ્યું કે “ભલે બાળપણમાં નહિ. પણ આવું જોયું છે એમ તો લાગે છે તો ક્યાં જોયું ?? એમ વિચારતાં દષ્ટિ ઊંડાણમાં ગઈ. ઊહાપોહ કરતાં કરતાં મતિજ્ઞાનવરણને પડદે તૂટી ગયો; કર્મને ક્ષયોપશમ થયે, અને દષ્ટિ પૂર્વ જન્મ પર ગઈ, જાતિ મરણ જ્ઞાન થયું, પૂર્વજન્મનું મરણ થયું ! ખૂબ એકાગ્રતાવાળું ચિંતન આ જનમની પેલે પાર પૂર્વ જન્મ સુધી પહોંચી જાય છે. આ કુમારનું ચિંતન : આદ્રકુમારને પૂર્વજન્મ યાદ આવતાં ત્યાંના અય માનવ જનમ અને એમાં કરેલા જિનપ્રતિમાનાં દર્શન પણ એને યાદ આવી ગયા ! “આ શું ?" તરત જ એ હબક ખાઈ જતાં બેભાન થઈ ગયે. પછી ભાન આવતાં એના મનને થયું કે અહો ! પૂર્વે આવા જ જિનબિંબ મેં જોયેલા ! મેં જિનેશ્વર ભગવાન જોયેલા અને જૈન ધર્મ મેં આરાધે ! .