________________ 291 ત્યાગ તપ સંયમના કષ્ટથી શરીર અને મનને કસ્યા અજ્ઞાનતા છે.' કેમકે એક યા બીજી પ્રતિકૂળતા તરફ ચિત્ત ખેંચાવાથી ધ્યાનમાં ચિત્તના વિક્ષેપ થતા રહેવાના. ત્યાં સતત એકાગ્ર ચિતન ચાલી શકે જ નહિ. મનને કહ્યું ઘડ્યું ન હાય, એટલે પ્રતિકૂળતામાં ચિત્ત વ્યાકુળ થતાં આર્તધ્યાનમાં પડે. પણ કસાયેલું ઘડાયેલું ચિત્ત પ્રતિકૂળતાને ગણે નહિ, ને તેથી બગડે નહિ. એ તો એને આપેલી સારી ભાવનાથી સ્થિર રહે. ગમે તેવા પ્રસંગમાં મનને સારી ભાવના આપવાની એક કળા છે: દા. ત. નાનડિયાએ આપણું વચન ન માન્યું, ત્યાં મનને એમ ભાવના આપવાની કે “હોય, જીવ બિચારે કર્માધીન છે! કર્મ પીડિત છે! એનું કમ એને ન માનવા દે, યા ન સાંભળવા દે, એ સ્વાભાવિક છે. એવાં એનાં કર્મ દૂર થાઓ. એને વિનય મળે. આમ મનને મૈત્રી ભાવના આપીએ, તે મન ન બગડે. અથવા ભાવના એ અપાય કે “હેય, મારે અનાદેય નામકર્મને ઉદય હોય તે મારુ વચન માન્ય ન થાય એ સહજ છે, આમ કર્મવિપાકની ભાવના અપાય; સાથે ચિંતવાય કે “તે પછી હવે મારે પરમઆદેય શ્રી જિનેશ્વર ભગવાનની ભક્તિ વધારવી. એમ મારા વડિલનાં વચનોને આદર કરતો રહું, તેથી મારુ અનાદેય નામકર્મ ખપી જાય.”