________________ * 285 આપણે જરાક ગરમી વધી પડી છે. આકુલ-વ્યાકુલ. થઈએ છીએ ! “બહુ ગરમી” એમ મનમાં લાવીએ છીએ, બીજાની આગળ એની ફરિયાદ કરીએ છીએ. મનને લાગે કે “ગરમી બહુ!” એટલે? મનને ગરમી ખરાબ લાગે છે. એ કઈ માણસની વરસાવેલી નથી, નહિતર માણસને પણ ખરાબ કહેતા આંચકે નહિ આવત. કેવી આપણી કાયરતા! ત્યારે આદ્રકુમાર મહર્ષિ મેટા દેવતાઈ ઉપદ્રવ આવે. તો ય પ્રતિમા ધ્યાનમાં રહેલા એમને મન “આ ઉપદ્રવ ખરાબ” એટલું પણ મનમાં લાવવું નથી. પ્રો– એટલું બધું કષ્ટ એટલે શરીરને ભારે પીડા હોય, તે પછી શું મનને કશું લાગે નહિં? કશું થાય નહિ? ઉ– મનની ઊંચી કેળવણુથી શરીરનું કષ્ટ મનને લાગે નહિ. ઉપસર્ગસ્થિરતાને ઉપાય: નાના નાના કષ્ટમાં ધીરતા મેટા ઉપસર્ગમાં ય મનની આવી કેળવણી માટે પહેલાં જ્યાં શરીરને કશું કષ્ટ નથી એવા મામુલી મામુલી પ્રતિ કળ પ્રસંગમાં મનને આવું કેળવવું જોઈએ કે “આ પ્રતિકળ ખરાબ” “આ પ્રતિકૂળ કરનારો ખરાબ,” એમ મનમાં, લાવવાનું નહિ.' દા. ત. ઘરમાં કેઈએ એક વસ્તુ એકને બદલે બીજી જગાએ મૂકી, આપણને એ ગમ્યું નહિ, ત્યાં મન જે વિચારે છે કે “આ ખરાબ. આમ બીજે મૂકાય? મૂકનારે કે. અક્કલ વિનાને?” તે આવું ય મનને ન થવું જોઈએ. મન.