SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭ર ચારણ હુંશિયાર અને દયાળુ હતો. એણે જોયું “અત્યારે આ શિકારી રાઠોડને ટોણો મારવાને અવસર છે. કદાચ એ ટોણ લાગતાં આ હિંસા છેડી દે તે સારું એટલે એ. નિર્ભયપણે જવાબ દે છે, “જીવ વર્ધતા નરય ગઈ, રખંતા સ હોય; હું જાણું દય વટ્ટડી, જિણ સૂઝે તિણ લોય.” અર્થાત્ મને બે મારગની ખબર છે - જીવને મારતાં નરકગતિ અને જીવને બચાવતાં સ્વર્ગગતિ. એટલે જીવહિંસા એ નરકને માર્ગ, અને જીવદયા એ સ્વર્ગને માર્ગ છે. હવે નરક, સ્વર્ગ જે ઈષ્ટ હોય એને મારગ પકડી લે.” રાઠોડ ટેણે સમજી ગયા, “આ મને એમ કહે છે કે આ તે છે જેને મારવાને શિકારને ધંધે માંડી છે? નરકે જાઈશ નરકે. પછી ત્યાં કઈ તારે બાપે પણ છોડાવવા નહિ આવે. અરે! જેણે તારા શિકારના ગુણ ગાયા, ને પીઠ થાબડી હશે, એ પણ નરકમાંથી તને છોડાવવા નહિ આવે! અને નરકનાં દુઃખ એટલે હજારે-લાખો-કોડે–અબજ અસંખ્ય વરસની કપાવા-છેદાવા-છોલાવા-પીસાવા–બબાવા. વગેરેનાં જાલિમ ભયંકર દુઃખ ! એ તારાથી શે સહ્યા જશે? માટે એ દુઃખે લાવનાર આ શિકાર વ્યસનને છોડ;” - એમ બારેટ કહે છે. રાઠોડ તરત ઘેડા પરથી નીચે ઊતરે છે, અને બારોટને પીઠ થાબડી અભિનંદન આપે છે, ઉપકાર માનતે કહે છે,
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy