SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ 264 માયા મોહન છે. માયા મેહ પમાડનાર છે. અત્યંત આકર્ષિત કરનાર અને મનને મતિને મુગ્ધ કરનાર છે. પછી મન એ માયાની વસ્તુને જ અનુકૂળ કરવાનું જ જોયા કરશે ! વર્તાવ પણ એ જ કરશે ! મમ્મણના મન પર લમીએ એવું આકર્ષણ જમાવેલું કે રાત દિવસ “કેમ મળેલું ધન સાચવી રાખું, અને નવું ધન વધારતે રહું,” આ જ એક લગન ને આ જ એક લેશ્યા રાખેલી. પિતાના ખાન-પાનમાં ય ઠેકાણું નહિ, તો સુકૃતની વાતે ય શી? આ માયા એ કેવી અંધારી રાત? તે કે એવી કે એમાં પોતાના આત્માનું-ધર્મનું-પલેકનું કશું જ અજવાળું ન મળે! એટલે જ આજે કેટલાય સારા કુળવાળામાં દુરાચાર, બિભત્સદર્શન, ને અભક્ષ્ય-ભક્ષણ પેસી ગયા છે ! કેમકે વિષયસુખની જોરદાર માયા લાગી ગઈ, પછી ત્યાં કુળની ખાનદાનીને ખ્યાલ, સદાચારને વિચાર, પરાકનો વિચાર, એ કશું અજવાળું રહેજ નહિ.મનમાં દુરાચારને કશે અકારે જ ન મળે! સારા કુળવાળા કણ કણ દુરાચારી ? :રાજા ચંદ્રશેખર નિજ ભગિનીલુબ્ધો! રાજા ભર્તુહરિની પ્રાણપ્યારી ખાનદાન કુળની રાણી પિંગલા ઝાડુવાળામાં લુબ્ધ!
SR No.023538
Book TitleManna Minarethi Muktina Kinare Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaybhuvanbhanusuri
PublisherDivyadarshan Trust
Publication Year
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy