________________ 247 કે ધર્મની પ્રવૃત્તિ કેટલું જમ્બર કામ કરે છે! હાથીએ જે ખાલી ખાલી માત્ર મનમાં દયા ભાવ રાખ્યું હોત કે ભલે સસલા પર પગ મૂકવો પડે, પરંતુ મારા દિલમાં તે સસલા પર દયા ભાવ છે,”એમ દયાની પ્રવૃત્તિ વિના દયાના ભાવમાત્રથી સંતોષ વાળે હેત તે શું એ રાજપુત્ર મેઘકુમાર થાત? ને સંસારને ત્રણ ભવમાં મર્યાદિત કરી દીધે તે કરી શક્યો હોત? ને એજ વાત પ્રભુએ એને સમજાવી. એ પણ જોવા જેવું છે કે હાથીએ આ દયાધર્મની પ્રવૃત્તિ કરી એ મેક્ષના કેઈ આશય વિના માત્ર જીવ પર દયાને ભાવ આવવાથી કરેલી, છતાં એ એને અમાપ ફળ આપનારી થઈ ! ભગવાન મહાવીર પ્રભુએ પણ એજ કહ્યું કે “તે જીવની દયાથી સંસાર પરિમિત કરી દીધે,” અહીં જીવદયા” એટલે માત્ર દયાના ભાવ નહિ કિન્તુ દયાના ભાવ સાથે દયાની પ્રવૃત્તિથી સંસાર મર્યાદિત થયે. આમ કહીને પ્રભુને મેઘકુમારને સાધુ પ્રત્યે હૈયામાં માત્ર ભક્તિના ભાવ માટે નહિ કિંતુ ભક્તિની કાયાથી પ્રવૃત્તિ માટે ઉત્તેજિત કરે છે. ધર્મની પ્રવૃત્તિ વિનાના ધર્મને કોરા ભાવ આત્માની શી પ્રગતિ કરી આપે ? ધર્મની પ્રવૃત્તિ કરે તે ધર્મના ભાવ ખરેખર જાગવા માંડે છે, જાગ્યા હોય તે ટકે છે, ને ટકેલા ભાવ વધતા જાય છે. ધર્મ પ્રવૃત્તિને આ મહિમા છે. એટલા જ માટે “અધ્યાત્મસાર” શાસ્ત્રમાં કહ્યું કે દ્રવ્ય-સમ્યત્વ–મારણ્ય, વ્રતાનિ દદતે બુધાઃ” અર્થાત્ દીક્ષાથીના દિલમાં ભાવથી સમ્યક્ત્વ ન આવ્યું હોય તો પણ