________________ 14. ગોવિંદ બ્રાહ્મણના ભાવ શી રીતે સુધર્યા? ધર્મપ્રવૃત્તિની પુષ્કળતામાં ભાવ શુદ્ધ કરવાની કેવી અદ્ભુત તાકાત છે એ ગોવિંદાચાર્યના જીવનમાં જોવા મળે. છે. એ મૂળ ગોવિંદ નામના વૈદિક વિદ્વાન બ્રાહ્મણ હતા. વિદ્વાન એવા કે બીજા વિદ્વાન સાથે વાદ કરતા અને એમાં વિજય મેળવતા. છતાં ક્યારેક ક્યારેક થાપ પણ ખાઈ જતા અને વાદમાં હારી પણ જતા. ત્યારે ગોવિંદ બ્રાહ્મણને વિચાર આવ્યો કે “જૈનમુનિઓ. વાદ કરવામાં હોશિયાર હોય છે; તે એમની પાસેથી જે. વાદની કળા શીખી લઉં તે બસ બેડો પાર ! વાદમાં કદી. પરાસ્ત ન થવું પડે, પરાજય ન થાય.” પ્રવ- પરંતુ તે પછી જૈન મુનિઓ સાથે તે વાદ કરવામાં પરાસ્ત થવું પડે ને? ઉ– એમની નજર સામે વૈદિક વિદ્વાને છે, એટલે વૈદિક વિદ્વાનેની સામે વાદ કરવામાં તે અચૂક વિજય. મળે.” એ એમનું લક્ષ્ય છે; અને માણસ પ્રાયઃ ઘરમાં જ શૂરવીરતા ઈચ્છે છે, ઘરવાળાની સામે જ જીભાજોડી ચલાવે છે. આજે કુટુંબમાં કલેશ કેમ છે? ઘરમાં માતા ને બૈરી પર કેમ શૂરા થવું હોય છે? શેઠની સામે તે “મિંદડી મી” બની જાય છે. ત્યાં જીભાજોડી નહિ ચલાવે, કેમકે ભય છે કે “કદાચ શેઠ નેકરીમાંથી હેઠે ઉતારી દે!” શૂરા થવાનું તે ઘરના કુટુંબના માણસે પર? એટલે જ લગભગ ઘર ઘર જીભાજોડી અને કલેશ-કંકાસ ચાલે છે. કલિકાલની કેવી