________________ 27 એક મંદિર કે એક ભગવાનના દર્શન કર્યા પછી બીજા મંદિરે કે બીજા ભગવાનનાં દર્શનની વાત આવે ત્યાં કંટાળે આવતું હોય, તે દર્શનના જ કંટાળાથી એને દર્શનમાં ભાવ કયાંથી ઊંચા આવવાના ? અહીં પૂછશે, વધારે દર્શનથી ભાવ ઊંચા કેમ આવે? :પ્ર - તે શું વધુ દર્શન કર્યાથી ઊંચા ભાવ આવે? ઉ - હા, કારણ છે - એક દર્શન પછી બીજા દર્શનમાં કંટાળે કેમ આવે છે ? કહે, શરીરની સુખશીલતા નડે છે. શરીર સુંવાળું રાખવું છે, એટલે મનને એમ થાય છે, કે એક દર્શન તે કરી લીધા, હવે બીજા મંદિરેએ ક્યાં દિડાડેડ કરવી?” આવું મન થાય એમાં શું આવ્યું? પરમાત્મા કરતાં તુચ્છ મામુલી શરીરની સુખશીલતા વહાલી કરી. આ કાયાની માયા વહાલી થાય, ત્યાં ભાવ ઊંચા શી રીતે આવે? હા, મન મારીને પણ કુટિલ કાયાને કહી દેવાય કે “તું થાકે છે શાની? પૈસા મળવાનું દેખાતું હોય ત્યાં તો બધી ય દોડાદોડ હોશે હોશે કરે! કેટલીય ઊઠ–બેસ કરે! તે અહીં ધર્મની જ વાતમાં થાકીને કંટાળે? ચાલ, ચાલ, પાંચ દેરાસર દશન કર, તે પરમાત્મા પર ભાવ વધશે, પ્રેમ વધશે.” આમ મન મારીને ય દશન પ્રવૃત્તિ સારા પ્રમાણમાં થાય તે અંતરના ભાવ, અંતરની વૃત્તિ નિર્મળ થાય. એવું પ્રભુપૂજન, દાન, પરોપકાર, શીલ–ત્રત-નિયમ, તપસ્યા, સામાયિક, સ્વાધ્યાય, વગેરેની પ્રવૃત્તિ સારા પ્રમાણમાં કરતા રહીએ તે ભાવ વધે, ભાવ નિર્મળ થાય, નહિતર