________________ 11 મંત્રીશ્વરની અંતિમ સાધના : બનાવટી સાધુને સાચા સાધુ માની મંત્રીશ્વરે વંદના કરી, સાધુએ નવકાર સંભળાવ્યું, અને કહ્યું “જુઓ આયુબને ભરેસે નથી. કશામાં મન રાખશે નહિ, નવકારમાં ને અરિહંતમાં મન રાખજે.” મંત્રીશ્વર જાણે કે “સાધુના મુખેથી આ સાંભળવા મળે છે!” સમજી ખૂબ ખુશી અનુભવે છે! આનંદ વ્યક્ત કરે છે ! ઉપકાર માને છે! અને ત્યાં જ ડીવારમાં મંત્રીશ્વરનું પ્રાણપંખેરું ઊડી જતાં સમાધિમરણ પામે છે. આ તે મંત્રીશ્વરને લાભ થ, પણ હવે જુઓ ભવૈયા સાધુને કે લાભ થાય છે! અમલદારે એને કહે છે, હવે આ વેશ કાઢી નાખો.” ભવૈયા–સાધુની ભવ્ય વિચારણા : ત્યાં એ ભયે વિચારે છે કે, “અહો! અહો ! આ સાધુવેશ માત્રને કેવક પ્રભાવ કે જેને મોટા મોટા અમલદારે નમે, શેઠિયાઓ નમે, એવા મહામંત્રીશ્વર ઉદાયન મહેતાએ મને નમસ્કાર કર્યો! મને વંદન કરી ! તે શું એટલા ઊંચા સાધુ-વેશને હું બજારુ વસ્તુ બનાવું? તુચ્છ સ્વાર્થ ખાતર લીધી અને સ્વાર્થ સર્વે મૂકી દીધી !" એવી એને બજારુ વસ્તુ બનાવાય? ભલેને સાધુવેશ પહેલાં તુચ્છ આશયથી લીધે, પરંતુ એને આ મહિમા જોયા પછી એને કેમ છેડાય? વળી,