________________ 2c1 લાગે એટલે સંસાર અને પ્રમાદ ઉપર ભારે નફરત આવી, ત્યારે જીવે આળસ ખંખેરી નાખી, અને ધર્મ કરવાનું શરુ કરી દીધું. સંસાર પર આ નફરત એ વૈરાગ્ય છે. એટલે કહેવાય કે “અહીં ધર્મ વૈરાગ્યથી થયે, અને વૈરાગ્ય ગુરુના ઉપદેશથી થશે.” વૈરાગ્ય જાગે ત્યારે જીવને ધર્મની તમન્ના ઊભી થાય છે. એટલે જ ગુરુ ઉપદેશમાં એ પ્રયત્નમાં હોય છે કે “શ્રોતાને સંસાર અને એના પાપ પર નફરતની આગ વરસે એવી વાત કરુ.” આ વૈરાગ્યની આગ નથી ઊભી થતી એટલે જ ધર્મ કરવામાં અખાડા કરવાનું થાય છે. વૈરાગ્યના દાખલા : ભર્તુહરિ પિંગલા રાણ પર અંધ આસક્ત હતા ત્યાં સુધી અમનચમન ઉડાવ્યા, પરંતુ જ્યાં પિગલાનું દુશ્ચરિત્ર જાણે એના પર અને એના દાખલાથી આખા સંસાર પર નફરતની આગ વરસી, તે એણે તરત સંન્યાસ ધર્મ લઈ લીધો. સેળમાં ભવે મહાવીર પ્રભુને જીવ વિશ્વભૂતિ રાજકુમાર આનંદ-મંગળમાં હતો. પત્ની સાથે બગીચામાં હરતા-ફરતે વગેરે લહેર કરે તે હતો. પરંતુ જ્યાં જોયું કે જેમને પિતે બાપથી અધિક માનતે હતો એ મેટા કાકા રાજાએ પિતાને બગીચામાંથી બહાર કાઢવા જેવી નજીવી બાબત ખાતર પિતાની સામે પ્રપંચ ખેલ્યા,” ત્યાં એ વિશ્વભૂતિને નજીવી બાબત ખાતર પણ માયા કરાવનાર આવા સંસાર પ્રત્યે નફરતની