________________ 10. ભાવથી ઘર્મ : ફણસાલ આચાર્ય મહારાજ આગળ કહે છે. (15) ભાવથી ધર્મ કરે એને એનું અમાપ ફળ, ભાવથી ધર્મ કરનાર એટલે હૈયામાં સહેજે ધર્મ કરવાના ભાવ થાય, અને ધર્મ કરે તે અર્થાત્ લજજાથી નહિ, ભયથી નહિ, નેહથી કે ચડસાચડસીથી નહિ, કૌતુક કે વિસ્મયથી નહિ યા વ્યવહાર પાળવા માટે નહિ, કિન્તુ લઘુકમી જીવ હોય, પૂર્વ ભવે આરાધીને આવ્યો હોય, અહીં જિનવાણી -શ્રવણ મળે, ધર્મને મહિમા ધર્મનું મહત્ત્વ સમજાય, એટલે દિલમાં એવા ભાવ થાય કે “ધર્મ તો કરે જ જોઈએ. ઉત્તમ માનવજનમ કાંઈ પાપ કરવા માટે નથી. પાપો કરવાના ભવ બીજા; આ ભવ નહિ. આ ભવ તો ધર્મ કરવા માટે જ છે,”—એમ જે સમજી ધર્મ કરે તે ભાવથી ધર્મ કરનારા ગણાય. એને પૂછે,–“ધર્મ કેમ કરે છે ?" કહેશે(૧) ધર્મ પવિત્ર છે માટે કરવાને આ ભાવ શુભ: “કેમ શું વળી? આ માનવ અવતારમાં ધર્મ જ કરવા જેવો છે માટે ધર્મ કરીએ છીએ. ધર્મ પવિત્ર છે, સારે છે, ને પાપ મલિન છે, ખરાબ છે. મલિનને છોડી પવિત્ર ધર્મ કરે, ખરાબ કાર્ય છોડી સારું કાર્ય કરવું, એમાં માણસાઈ છે; બાકી મલિન પાપે કરવા એમાં તે પશુતા છે. ધર્મ કરવામાં જ મનુષ્યપણાની શોભા છે. માટે