________________ ત્યાં જ રોકાઈ જવાનું કર્યું એટલું જ; જે પ્રભુને ભેગા થઈ જાય તે કેવલજ્ઞાની નાનાભાઈ સાધુઓ પ્રભુની સાથે હોવાથી, એમને વંદન કરવું પડે. પરંતુ આ વાત ટાળવાનું તે પ્રભુથી છેટા રહી ચારિત્રમાં વિહરવાથી થઈ શકતે એમાં ઉગ્ર કષ્ટો સહવાનું શું કામ હતું ? માટે કહે, (1) કો. સહવાનું રાખ્યું એ ઘાતી-ક્ષય પૂર્વક કેવળજ્ઞાન પ્રાપ્તિની ઈચ્છાથી; અને (2) ત્યાં રોકાઈ ગયા એ મદથી. ત્યારે અહીં સવાલ આ આવે છે કે તો પછી પ્રવ- ઉપદેશ તરંગિણકારે હઠથી ધર્મ કરવામાં દૃષ્ટાન્ત બાહુબલજીનું મૂકીને એમ કેમ સૂચવ્યું કે બાહબલજીએ હઠથી ધર્મ કર્યો એનું એમને અમાપ ફળ મળ્યું ? ઉ– અહીં એક શાસ્ત્રવચનને બીજા શાસ્ત્રવચન સાથે સંગત કેમ કરવું એ આવડત હોય તે આ પ્રશ્નનું સમાધાન સરળ છે. ઉપદેશતરંગિણી શાસ્ત્રને અભિપ્રાય આ છે કે બાહુકાળજીએ પહેલી હઠ પકડી કે ભાઈ ભરતને મારવા ઉપાડેલી મુઠ્ઠિ અલબત્, હવે મારવી તે નથી જ, તેથી એને પાછી ખેંચી લઈ લેવી જોઈએ, પરંતુ ઉપાડેલી મુક્ટ્રિ નિષ્ફળ કેમ જવા દેવાય? એમજ પાછી ખેંચી લેવા જતાં બહાર નામ થાય કે “જોયું? મૂઠ્ઠિ મારવા તે દેડ્યા હતા, પરંતુ કશી બીક લાગી તે એને પાછી ખેંચી લીધી!” એના કરતાં તે મુઠ્ઠિ ઉપાડી તે ઉપાડી, એનાથી લેચ જ કરી દે. એમાં હઠથી લોચ-ધર્મ અને ચારિત્ર-ધર્મ ગ્રહણ કર્યો, ને તે પરિણામે અમાપ ફળ-કેવલજ્ઞાન આપનાર બન્યું. - બીજી રીતે હઠથી ધર્મ આ, કે ચારિત્ર લીધા પછી હઠમાં રહ્યા કે “કેવળજ્ઞાન પામ્યા વિના પ્રભુ પાસે ન જાઉં, જેથી કેવળજ્ઞાની નાના ભાઈ મુનિઓને વંદન ન કરવું પડે.”