________________ 167 ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ બને છે. આ પરિણામ કયારે આવ્યું ? માતાએ કૌતુકથી પણ આચાર્યના દર્શન રૂપ ધર્મ કર્યો ત્યારે. તે પછી શું અહીં બીજા કોઈ શુભ ભાવ વિના કૌતુકના આશયથી કરેલો ધર્મ નકામે ગણાય ? એ ધર્મને ભવવર્ધક અને અધર્મ કહેવાય ? | મુંબઈમાં વિ. સં. ૧૯૮૫માં પૂ. આચાર્ય ભગવંત શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં નાસ્તિકવાદજડવાદ-સુધારાવાદનું ખંડન કરનારા અને જૈનશાસનના સિદ્ધાન્તો સમજાવનાર તીખા તમતમતાં વ્યાખ્યાને ચાલતા. એની સામે વિરોધીઓએ ઝુંબેશ ઉઠાવેલી. એ વખતે કેટલાય મધ્યસ્થ માણસો ધર્મ રુચિથી નહિ, પણ “આટલે બધે વિરોધ થાય છે લાવે ત્યારે જોઈએ તે ખરા કે રામવિજયજી મહારાજ કેવું બોલે છે?” એમ કૌતુકથી વ્યાખ્યાન સાંભળવા આવેલા, અને ઠરી ગયા કે “ભાઈ ! મહારાજ શું ખોટું કહે છે?” એ સહજ ધર્મચિવાલા બની ત્યાં રજના ધર્મ શ્રવણવાળા થઈ ગયા ! આમાં જુઓ, એવા માણસેએ પહેલ પહેલે વ્યાખ્યાન–શ્રવણને ધર્મ કર્યો તે મેક્ષના આશયથી નહિ પણ માત્ર કૌતુકથી જ ધર્મ કર્યો એટલે કે જીવનમાં ધર્મ પામવાના ભાવથી ધર્મ નહિ કરે, તે એ ભાવ વિનાને ધર્મ શું કરવા એગ્ય નહિ, પણ ત્યાજ્ય કહે? આચાર્ય મહારાજ પુણ્યનંદનસૂરિજી આગળ કહે છે -