________________ ૧૬ર અહીં છોકરા ચીચીસ પાડી રુએ છે. રાજા આવ્ય, પૂછ્યું “શું થયું ?" છોકરા કહે “અમે મહારાજને નાચવા કહ્યું, અમે તાલને ઠેકે પૂરતા હતા, એમાં ઠેકે ખોટો પૂર્યો, તે મહારાજે હાથે પગના સાંધા મચડી નાખ્યા.” રાજા કહે “સાધુની મશ્કરી કરતા હતા, તે હવે ભેગા એનું ફળ”... છોકરા કહે “પણ અમારાથી સહન નથી થતું, હાય હાય રે..” રાજા સાધુની તપાસ કરાવી સાધુ પાસે આવ્યા. ઉદ્યાનમાં જોયું તે “ભાઈ મહારાજ જ છે!” શરમાઈ ગયો કે " પિતા તુલ્ય ભાઈ મહારાજ આવ્યા છે ને મેં ખબર ન લીધી? અરે! મારી બે વરસની ઉંમરે પિતા ચંદ્રાવતંસક રાજાનું અકસ્માત્ મૃત્યુ થવાથી તરત જ આ મેટા ભાઈ તો વૈરાગ્ય પામી જઈ મેટું રાજ્યપાટ છેડી દઈ દિક્ષા જ લેવાના હતા, પરંતુ મારી માતાના અતિશય આગ્રહથી કાઈ મને ઉછેરી મેટો કર્યો, કળા-વિજ્ઞાન-રાજનીતિ શીખવાડ્યા, અને મને રાજ્યગાદીએ બેસાડી પોતે ચારિત્ર લીધેલું, તે આજે વર્ષો પછી મારા આંગણે આવ્યા છતાં મેં ખબર જ ન રાખી? કશું સ્વાગતે ય કર્યું નહિ ?" રાજા મનમાં વસવસો કરે છે. શરમાઈને પગમાં પડી વંદના કરી કુશળ પૂછે છે, અને પૂછે છે “આપ મહેલ પર પધારેલા?” સાધુ કહે “હા,”