________________ 150 એને એનું અમાપ ફળ” એમ અહીં પુણ્યનંદન સૂરિજી મહારાજ કહે છે, તે સાચું જ છે. ભિખારીપણામાંથી સંપ્રતિ રાજાપણું એટલે કેટલું અમાપ ફળ? કેણ સંપ્રતિ? સવા કોડ જિન પ્રતિમા ભરાવનાર! સવા લાખ જિનમંદિર બંધાવી પૃથ્વીને અલંકૃત કરનાર ! કેટલીય દાનશાળાઓ ખોલી અનુકંપા સાથે જૈન ધર્મની સુવાસ પ્રસરાવનાર ! આ બધું શેમાંથી ? ભૂખના દુઃખથી ચારિત્ર ધર્મ લીધો એમાંથી! હવે, જે ત્યાં એને “તારે મલિન ભાવથી ધર્મ કરે છે ? જા, એ તે અધર્મ છે. એથી તું ભવના ફેરા -વધારીશ,” એમ કહી એને ડીસમીસ કરવામાં આવ્યું હતું, તો એ આટલે ઊંચે આવા જૈન સંઘના અવલ રત્નરૂપ સંપ્રતિ થાત? ત્યારે એને એનું ભૂખનું દુઃખ ટાળવા જ ચારિત્ર લેવું છે, એ આચાર્ય મહારાજ સમજે છે, છતાં એમણે દીક્ષા આપી, તે શું એમણે અધર્મનું પિષણ કર્યું? જિનાજ્ઞા–વિરુદ્ધ કામ કર્યું? ત્યારે તમે અહીં કહેશે પ્ર–એ આચાર્ય આર્યસુહસિત મહારાજ તે દશ પૂર્વધર એટલે આગમવિહારી યુગપ્રધાન હતા. એમણે જ્ઞાનથી જાણેલું કે આ આમા ભવિષ્યમાં મહાન શાસનપ્રભાવક થનાર છે, તેથી એમણે દુઃખથી દિક્ષા લેવા આવ્યા તો ય દીક્ષા આપી, પરંતુ બીજાઓએ એ કાંઈ દાખલો લેવાય?