________________ 157 પાસે માગીશ ને મહારાજ તે દયાળુ હોય એટલે એ મને ખાવાનું આપશે અને એમને તે આપનાર ઘણું.” મહારાજ બહાર નીકળી ચાલ્યા એટલે એમની પૂંઠે જઈ એમની પાસે માગે છે, “મહારાજ! તમે મને ડું ખાવા આપે. તમને તે આપનાર ઘણા છે, મને કોઈ જ જેટલાને એક ટુકડો પણ આપતા નથી. તમે દયાળુ છે, હું ત્રણ દિવસને ભૂખ્ય છું, મારી પર દયા કરે, મને. કાંઈક ખાવાનું આપે.” સાધુ પ્રેમથી કહે “ભાઈ ! આ ભિક્ષા પર અમારે અધિકાર નથી, એટલે આમાંથી તને અમારાથી કાંઈ જ ન અપાય. અમે તે ગુરુના હુકમથી માત્ર ભિક્ષા લેવા આવીએ, એટલે આના પર અધિકાર ગુનો છે, અમારે તે જઈને એમને જ બધી ભિક્ષા સેંપી દેવાની. પછી એ અમને એમાંથી આપે એ જ અમારાથી વપરાય.” ત્યારે ભિખારી કહે –“તો તમારા ગુરુ પાસે આવું. એમની પાસે માગીશ.” બસ, ભિખારી લાગે સાધુની પેઠે, આ ગુરુ આર્યસુહસ્તિ આચાર્ય મહારાજ પાસે, અને ભીખ માગે છે. - આચાર્ય મહારાજ કહે –“ભાઈ ! આ તે દાતારે જે આપ્યું એ સંયમીને સંયમના પિોષણ માટે આપ્યું છેતેથી અસંયમીને દેતાં અસંયમનું પિષણ થાય ને એમાં દાતારને. વિશ્વાસઘાત થાય. માટે અસંયમીને ન અપાય.”