________________ 141 હવે આમાં કેટલીય બેને શરુ શરુમાં તે શૃંગાર યાને. કપડાના ઠઠારા બહાર દેખાડવા દહેરે-ઉપાશ્રયે જતી હશેર એને જે ત્યાં જ અટકાવી દેવામાં આવે કે “આમાં તારા. ભાવ મેલા છે, તેથી તારું દહેરે–ઉપાશ્રયે જવાનું એ ભવના. ફેરા વધારનારું છે, માટે બેસ, ઘેર બેસ, પહેલાં ભાવ ચોક્ખા. કર, શૃંગારને કપડાના ઠઠારાને મેહ મૂકી દે” આમ જે એને દહેરે ઉપાશ્રયે જવાનું અટકાવી દેવાય તે એ કયા જન્મારે ધર્મ કરવાની ? અને એના સંતાન શું પામવાના? ત્યારે કપડાના ઠઠારાથી પણ ધર્મ કરતી રહી તે જિનવાણી સાંભળતાં સાંભળતાં ઠઠારાને મેહ છોડી દેશે, ને. ધર્મપ્રવૃત્તિ સહજ ધર્મરુચિથી કરતી થશે, તેમજ પિતાના ધણું અને સંતાનોને પણ ધર્મ સમજાવશે, મેહ મૂકવાનું સમજાવશે. એમ જ શૃંગારથી, લજજાથી, ભયથી, સ્નેહથી વગેરેથી ધર્મ કરાતો રહ્યો તે જ સકલસંઘમાં ધર્મ–પરંપરાટકી રહી, ઈતિહાસ તપાસીએ તે આ સમજાય એવું છે. આમાં એ નથી કહેવું કે “ભાવ ભલે મેલા રહે,” ના, ભાવ તે ચેકુખા કરવાના જ છે; પરંતુ તે ધર્મપ્રવૃત્તિનાં આલંબનથી જ ચેખા થાય,