________________ 14 - 1 લેવાની જરૂર નથી. તેમજ અહીં એ પણ સમજવાનું છે કે “મલિન આશયથી જ કરેલા શ્રી જિનમૂર્તિના દર્શન આદિ ધર્મ મહાભૂંડા–રીબાવી રીબાવીને મારે..” ઇત્યાદિ વિચાર પણ કેટલાય જૈન શાસ્ત્રોને એળવનારા છે, અને ભેળા જીવને ધર્મ સાધનાથી વંચિત રાખનારા છે.”) - એ શ્રી જિનમૂત્તિએ આદ્રકુમારમાં આત્મિક ઉત્થાનના પ્રાણ ફૂંક્યા. મેહનિદ્રાનું ઘેન ઊડાડી દીધું. સંયમના પંથે પ્રયાણના શ્રી ગણેશ મંડાઈ ગયા. એની અજબ કહાણું આ પુસ્તકમાં માર્મિક સ્થળની અનેક વિશિષ્ટતાઓ સાથે રજુ થઈ છે. એ વિશિષ્ટતાઓના પ્રકાશક છે એકવાદતિમિરભાનું પ. પૂ. ગુરુદેવ આ. શ્રી વિજ્ય ભુવનભાનુસૂરીશ્વરજી મ. સા. જેઓ વૈરાગ્યની પ્રચંડ પ્રતિભા અને શાસ્ત્રગ્રના નિર્મળ વિવેકથી શ્રી જૈન શાસનની અભૂતપૂર્વ પ્રભાવના પ્રસારી રહ્યા છે. શ્રી સંઘમાં સૌ કોઈ તેમને તત્ત્વશ્રદ્ધા-જ્ઞાન-ધ્યાન વૈરાગ્ય-તપ-સહિષ્ણુતા–ઉગ્રવિહારીપણુ–દુધ પ્રદાન વગેરે અનેક જીવતા જાગતા સંયમ ધર્મને અજવાળે એવા સગુણોના સુભગ મિલન સ્થાનરૂપે ઓળખે છે. તેમની વાણમાંથી વૈરાગ્યનું એવું અમૃત વરસે છે કે જે દરેક જુદી જુદી ભૂમિકામાં રહેલા જીના હૈયાને અપૂર્વ ટાઢકનો અનુભવ કરાવી જાય છે. હા, વિવિધ શાસ્ત્રોનાં વચને પર શ્રદ્ધા ન હેય એને ન થાય એ બનવા જોગ છે. નવસારીના ચાતુર્માસમાં “ભરતેશ્વર–બાહુબલી” ગ્રંથ ઉપર અપાયેલા વ્યાખ્યાનમાં આદ્રકુમાર મહર્ષિની કથાએ ધર્મને કોઈ ગજબને રંગ જમાવ્યું. પછી એ વ્યાખ્યાને અનેકેનું માનસ શુદ્ધ કરનારા “દિવ્યદર્શન” નામના સાપ્તાહિકમાં છપાયા, એનાથી, જેનાચાર્યોએ જીવનમાં જે પાપ