________________ 118 હવે વિચારે, આ લેભથી ધર્મ કે એ ત્યાજય? કે ઉપાદેય? નિષ્ફળ? કે અમાપ ફળવાળે? ભૂલતા નહિ, અહીં જ્ઞાની લેભથી થતા ધર્મને નિષ્ફળ નહિ, અમાપ ફળીવાળ કહે છે. અમાપ શી રીતે, એ આ સુભદ્રાના પ્રસંગમાં જુઓ - પેલા યુવાનને સુભદ્રા મળ્યા પછી તે દિલ જ પલટાઈ ગયું, તે લાભને બદલે પહેલાં સુભદ્રા ઉપરના સ્નેહથી, અને પછીથી હવે સ્વતઃ રુચિથી જૈનધર્મ પાળે છે ! અને એના દેશમાં ઘરે સુભદ્રાને લઈ ગયા પછી ઘર તે બૌદ્ધ ધર્મ, ને ત્યાં સુભદ્રા તે જૈન સાધુને સત્કાર કરે છે, પરંતુ બૌદ્ધ સાધુને નહિ, તેથી સાસુ એને તડકાવે છે. ત્યારે સુભદ્રાને પતિ સુભદ્રાના પક્ષમાં રહે છે. એમાં સાસુને રોષ વધતાં, સાસુ સુભદ્રાને મેડી ઉપર જુદી કાઢે છે, તે પતિ પણ એની સાથે જ રહે છે. જેવાનું છે કે મૂળમાં આ ધમી શી રીતે થયેલ? અને કેવું પરિણામ આવ્યું ?" પતિએ લેભથી અને સ્નેહથી જૈનધર્મની આરાધના કરવા માંડેલી; એમાંથી સહજ રુચિથી ધર્મસેવનમાં આવી ગયે. એ ફળ કેટલું મેટું એનું માપ મંડાય? ના, અમાપ ફળ જ કહેવું પડે. એ સહજ રુચિને ધર્મ કણ લઈ આવ્યું ? એના હૈયે જૈનધર્મની સ્પર્શના કેણે કરાવી? કહો લેભ-સ્નેહથી પણ ધર્મપ્રવૃત્તિ કરી હતી એણે. જીવનમાં જૈન ધર્મ સ્પશી જાય એ નાનું સૂનું કે જેવું તેવું ફળ નથી. અહીં એક પ્રશ્ન થાય -