________________ 116 સહજ ભાવે ધર્મ ગમવા માંડો તે પછીથી પિતાની આત્મરુચિથી ધર્મ પ્રવૃત્તિ કરતા થઈ ગયા. આવા દાખલા અનેક મળે. - હવે અહીં વિચારે, કે જ્યારે પત્ની પરના નેહથી ધર્મ કરવા માંડ્યો, ત્યારે એને જે પૂછ્યું હતું કે “તું ધર્મ મેક્ષના આશયથી કરે છે ? તે એ કહેત “ના, હું તે પત્ની પરના સ્નેહથી ધર્મ કરું છું એ બિચારી વિગઈત્યાગ રાખે અને હું વિગઈ ખાઉં? એ દિલને જચે નહિ, તેથી હું ય વિગઈ ત્યાગ રાખું છું. મને યાત્રાને રસ નહિ, પરંતુ એને યાત્રાને પ્રેમ તેથી સ્નેહથી એને યાત્રાએ લઈ જાઉં, ત્યાં મારે જે યાત્રા થાય છે એ એના નેહથી થાય છે. આમ તે મને દાનની રુચિ નહિ, પરંતુ પત્ની કહે છે “આ સારા કામમાં હજાર રૂપિયા આપી દે,” તે હું એના નેહની ખાતર હજારનું દાન કરી દઉં છું.” હવે શું આ વિગઈ–ત્યાગને, યાત્રાને, અને દાનને ધર્મ નહિ કહે? “એનું કશું ફળ નહિ” એમ કહી એને નિષ્ફળ કહેવા? યા “આ તો મેક્ષના આશય વિનાની અને પત્નીને રાજી કરવાના આશયવાળી ધર્મ-પ્રવૃત્તિ, માટે એ સંસારવર્ધક ધર્મ–પ્રવૃત્તિ છે, એમ કહેવું ?" જેજે કહેતા નહિ; કેમકે અહીં આચાર્ય મહારાજ ધર્મ-પ્રવૃત્તિમાં હેતુભૂત અનેક કારણો પૈકી આ સ્નેહને પણ એક કારણ તરીકે કહે છે, અને સ્નેહથી પણ ધર્મ પ્રવૃત્તિ કરે એને અમાપ ફળ હેવાનું કહે છે. એને ઈન્કાર કરી એથી વિરુદ્ધ કહીએ કે એ અમાપ ફળવાળી નહિ પણ ભવવર્ધક, ભવમાં રખડા