________________ 114 ધર્મરૂપ નથી,” તે એ સાંભળીને શું સામાને ધર્મ-પ્રવૃત્તિમાં ઉત્તેજન મળે? કે પીછે હટ? પછી (1) આ શાસ્ત્ર જે કહે છે “લજજાથી ધર્મ કરતે હોય, ભયથી ધર્મ કરતે હોય, અરે! માત્સર્યથી ધર્મ કરતે હોય, તો એ ધર્મનું અમાપ ફળ મળે છે,” એ આ શાસ્ત્રને ક્યાં મૂકી આવવાનું? તેમજ (2) આજના વધી ગયેલા વિષય-રંગમાં અને વિષયસંગની પ્રવૃત્તિઓમાં ગળાબૂડ ખૂંચી ગયેલાને ધર્મ-પ્રવૃત્તિમાં લાવવાના શી રીતે ? અને (3) ધર્મ-પ્રવૃત્તિમાં આવ્યા વિના પાપ-પ્રવૃત્તિઓમાં ખૂચ્યા રહી શું આશય સુધરે? (5) સ્નેહથી ધર્મ પ્રવૃત્તિ આચાર્ય પુષ્યનંદસૂરિ મહારાજ આગળ કહે છે(૫) સ્નેહથી પણ ઘર્મ કરે એને એનું અમાપ ફળ છે. આમ કહીને આવા જીવોને પણ ધર્મમાં આવકારવા છે-કે “એમેય તમે ધર્મમાં આવે, કિન્તુ કાઢી મૂક્યા નથી કે “શું તમારી પોતાની રુચિ અને શ્રદ્ધાથી ધર્મ નથી કરે? માત્ર નેહી પરના નેહને લીધે ધર્મ કરે છે? જાઓ ભાગી જએ, તમારા ભાવ મેલા છે, મેલા ભાવથી ધર્મ થાય નહિ ધમીમાં તમારે નંબર કહેવાય જ નહિ.” આમ કાઢી મૂકવા નથી. જ્ઞાનીઓને જે આવા જીને ધર્મમાંથી કાઢી મૂકવા હેત, તે એમની ધર્મ–પ્રવૃત્તિનું અમાપ ફળ કેમ