________________ 110 અલબત્ શાક્ત વિધિ પ્રત્યે એને ધૃણા કે ઉપેક્ષા - અવગણના ન હોવી જોઈએ. પરંતુ ગામડામાં રહેલે ભદ્રક જીવ શાસ્ત્રોક્ત વિધિની ખબર નથી, અને મનઘડંત વિધિથી ધર્મ–પ્રવૃત્તિ કરે છે, તે શું એટલી એણે સાંસારિક પ્રવૃત્તિ છડી એનું, અને ધમ–બુદ્ધિથી ધર્મ–પ્રવૃત્તિ કરી એનું, એને કશું ફળ નહિ? અહીં આચાર્ય મહારાજ કહે છે, “એને એનું અમાપ ફળ છે.” એમ તે જોવા જઈએ તે શહેરમાં પણ ધર્મ–પ્રવૃત્તિ કરનારા બધા જ જણ શું શાસ્ત્રોક્ત વિધિથી જ ધર્મ કરે છે? ના, તે શું એ બધાની ધર્મ પ્રવૃત્તિ નિષ્ફળ? નકામી જવાની? ના, અહીં એનું અમાપ સફળ કહે છે.