________________ વિચારણા ગમે, એનાં આયોજન બહુ ગમે. સારું સારું ખાવું પીવું ગમે, સારું સારું જેવું ગમે, સાંભળવું ગમે, સ્પર્શવું ગમે; એમાં જે જેવું ગમે એમાં પૈસા, માલ-મિલક્ત, સ્ત્રીપરિવાર, બંગલા બગીચા, દર–દાગીના–મેટર, સેનું ચાંદી વગેરે વગેરે કેટલું ય જેવું ગમે. એમ વિષયને સંગ ગમે એટલે એના પર મમતા ભારે કરાય છે. તે એવી મમતા–લાગણી –પ્રેમ કે જે દેવ ગુરુ અને ધર્મની વસ્તુ મંદિર ઉપાશ્રય વગેરે પર ન હોય! ઉત્તમ જૈન અવતારે આ આશ્ચર્ય છે ને ? આ વિષયસંગમાં તરબોળ જીવને ધર્મશે ગમે? એટલે અહીં આચાર્ય મહારાજ ધર્મ કરવાની જેમ વિષયસંગ છોડવાનું ફરમાવે છે. ઘણાની ફરિયાદ છે કે ધર્મમાં જોઈએ તેવું મન લાગતું નથી, પરંતુ ક્યાંથી લાગે? મન પર વિષયેના આકર્ષણ–આસક્તિના ભાર હોય, વિષયમાં ટકાવારી કરવાની કુટેવ હોય, એને મહત્વ આપવાના હોય, ત્યાં મન એમાં તલ્લીન જ રહે ! તે શી રીતે ધર્મમાં તલ્લીન બની શકે ? એટલે ખરું કરવા જેવું આ છે કે, દુન્યવી વિષયને વિષ સરખા સમજી એનાં આકર્ષણ ઓછાં કરાય, એમાં ટકાવારી ન મૂકાય, મન પરથી એના મહત્વ ઓછા કરાય, આચાર્ય શ્રી પુણ્યનંદનસૂરિજી, આદ્રકુમાર વગેરેની સભા આગળ આ જ કહી રહ્યા છે કે ધર્મ કરો અને વિષયસંગ છોડે "() વિદિ ઘમ, (2) વિધિ વિષi, (3) તિ સે, (4) નિ કિ$!”