________________ સિદ્ધ કરે છે. કેટલાકને આ પ્રકારનો વિહાર આશ્ચર્ય પમાડશે. ઝડપી વેગવાલા વાહનોની વચ્ચે પાદવિહારને આશ્રય લે છે અર્થ સાધક લાગશે. પણ શુદ્ધ ચારિત્રને અથવા તે અંત:કરણને સંદેશ લોકોને ઘેર પહોંચતા કરે છે, તે ઝડપ કરતાં પણ ધૈર્ય અને શાંતિની વધુ જરૂર રહે છે. ધર્મપ્રચાર ઉતાવલથી સિદ્ધ નથી થતું. જે બહુ ઝડપથી ફેલાય છે તે કાં તો લાગણીને અથવા તો બુદ્ધિને સ્પશીને અદશ્ય થઈ જાય છે. જાદુઈ ખેલ કરી બતાવનાર જોતજોતામાં આંબાને ફલ આવતાં દેખાડી શકે. પણ એ ફલ દેખાવ પૂરતાં જ હોય છે. ઝડપી ધર્મપ્રચાર પણ ઉતાવળે આંબા પકાવવા જેવો બની રહે છે. વિવિધ પ્રકારના વાહનોની બહુલતા વચ્ચે પણ પાદવિહાર કેટલો પૂજાય છે તે જૈન મુનિઓના વિહાર અને લોકેના તેમના પ્રત્યેના આદર ઉપરથી સમજાય છે. આજે એ વિહાર સંકુચિત તેમજ વધારે પડતા ભારવાલા બન્યા છે એ વાત બાજુએ રાખીએ, તો પણ પાદવિહાર લેકે પકારક અને ધર્મપ્રચારનું મહેટામાં મહેતું સાધન છે એ નિર્વિવાદ વાત છે. પાદવિહારની સાથે ધર્મપ્રચારની ધગશ, લેકકલ્યાણની ઝંખના, અને યુગબલને અનુરૂપ યુક્તિયુક્ત ઉપદેશ જેડાય તે ધર્મપ્રચારકે, રાષ્ટ્ર અને ધર્મની પણ અપૂર્વ સેવા કરી શકે. पादविहार का सिद्धान्त कितना उपयोगी और स्वपर को हितकर है, यह उक्त लेखों से स्पष्ट ही जान पड़ता है, अतएव इस विषय को विशेष लंबाना निष्फल है / एक दिन वह था कि जैनमुनि अनेक परीषहोपसगों को सहकर