________________
(
).
છે છે ©છે ©©©© @િ @@@@@ છે સાધુ-જીવનની રૂપરેખા છે. ૧ રાતના કેટલા કલાક નિદ્રા લીધી?
છ કલાકની નિદ્રા પૂરતી ગણાય. રાત્રે દશ વાગે સૂવું અને ચાર વાગે ઊઠવું જોઈએ.
જરૂર કરતાં વધારે સૂવાથી જડતા વધે છે. અને મગજ-શક્તિ નબળી પડે છે.
આરાધનામાં આગળ વધવા માટે નિદ્રાને ઘટોડતા જવું જોઈએ. નિદ્રા એ સર્વઘાતી પ્રકૃતિ છે, એ ભુલવું નહિ. ત્રણ ત્રણ માસે અડધે અડધા કલાક નિદ્રા ઘટાડવાથી બાર માસબાદ ચાર કલાકની નિદ્રા સુધી પહોંચી શકાય છે.
શ્રી ઋષભદેવ હવામીએ છઘસ્યકાળમાં ૧૦૦૦ વર્ષમાં અહોરાત્રિ અને વીર-પ્રભુએ સાડાબાર વર્ષનાં છદ્મસ્થ કાળમાં અન્તર્મુહૂર્તની નિદ્રા હતી. આ વાત ખૂબ ચિંતવવી.
સુતી વખતે મનમાં અમુક સમયે ઉઠવાને દઢ નિશ્ચય કરવાથી તે જ સમયે ઉઠી શકાય છે.
૨ સવારે કેટલા વાગે ઉઠ્યા ? બ્રાહ્મ-મુહૂર્તમાં જાગૃત થઈ જવું જોઈએ.
શાસ્ત્રોમાં સાધુ માટે બે પ્રહરની નિદ્રા કહેલી છે. તેમાં પદસ્થાને એક પ્રહરનિદ્રા કહી છે.
જાપ-ધ્યાન-સવાધ્યાદિ માટે બ્રાહ્મમુહૂર્ત જ સર્વોત્તમ તે સમયે છે. વગર પ્રયને શુભ ધ્યાનમાં મન જોડાઈ શકે.