________________
AAAAAAA
૨૫૬ સભ્ય-ચારિત્ર વિભાગ મુક્તિના પિતે પિતાની બુદ્ધિથી જે ગામથી આવેલ છે, જ્યાં જવું છે ત્યની દિશા વગેરેના ખ્યાલપૂર્વક વિચારવું.
તેમજ સામા માણસ નજીક હોય ત્યારે જ રસ્તો પૂછો. કદાચ દૂર હોય તે જયણપૂર્વક પાસે જઈને પૂછવું, સામા માણસને બૂમ મારી પિતાની પાસે ન બોલાવો, તેમાં વિરાધનાદિ અનેક દેશે લાગે છે.
પૂછતી વખતે સામો માણસ હાથ જોડે તે ધર્મલાભાદિ આપી પૂછવું. કદાચ સામે માણસ હાથ ન જે તે પણ ધર્મલાભાદિ દ્વારા સામાનું ધ્યાન ખેંચ્યા પછી જ રસ્તો પૂછવો.
વળી ઉપર જણાવેલ અઢાર ભેદમાંથી કેને પૂછવું અને કોને ન પૂછવું. તેની વ્યવસ્થા નીચે મુજબ છે.
૧ સાધર્મિક બે પુરુષોને પૂછવું, તે ન મળે તે ૨ અન્ય ધાર્મિક મધ્યમ પુરુષે ને, તે ન મળે તે ૩ દઢ સ્મૃતિવાળા સ્થવિર-પુરુષને, તે ન મળે તે ૪ સરલ ભાવી તરુણ પુરુષને પૂછવું.
આ જ વ્યવસ્થા સ્ત્રી-વર્ગ અને નપુંસક-વર્ગ માટે પણ જાણવી. આ ભાંગાઓ એને શાસ્ત્રીય–ગણિતની રીતિ પ્રમાણે ગણવાથી અન્ય-ધામિકના નવ ભેદેના ૯૦ ભાંગા અને સાધર્મિક નવ ભેદેના ૮૧ ભાંગા થાય, - જે ગુમથી ઘારીને સમજવા જરૂરી છે.