________________
: ૭૨
કલ્યાણકારી હિતશિક્ષા
મુક્તિના
કંઈ પણ વિચાર કે વર્તન ન થઈ જાય, તેની પૂર્ણ સાવચેતી રાખવી..
૨૨. વૈરાગ્ય-ભાવની દઢતા અને આત્મ-કલ્યાણના ધ્યેયની એકસાઈ માટે પૂર્વના મહાપુરુષોના સારભૂત ઉપદેશામૃતનું નિરંતર નિરીક્ષણ પૂર્વક અવગાહન કરવું, તેમજ પોતાની વ્યક્તિગત-ક્ષતિઓનું ભાન કેળવવું, તે દૂર કરવા સજાગ રહેવું.
૨૩. સંસારના પદાર્થોની આપાત-રમણીયતાનું સાહજિક સંવેદન મેળવી ધિષ્ઠા-મૂત્રાદિનો જેમ તેઓને ત્યાજ્ય સમજી તેનાથી લેશ માત્ર પણ સુખ-શાંતિ મેળવવાની ઘેલછા દૂર ફગાવી દેવી. - ૨૪. વિષય-વિકારની વાસના મનોભૂમિકામાં અલ્પ પણ પેિદા ન થવા પામે, તેનું સંપૂર્ણ ધ્યાન રાખવું, અતિક્રમની કથાથી જ તેના મૂલને સર્વથા નષ્ટ કરવા ઉદ્ધત બનવું.
૨૫. છતી શક્તિએ છતે સાધને આત્મકલ્યાણના હિતકર માર્ગમાં નહિં પ્રવર્તનારા તેમજ અજ્ઞાનાદિ દોષથી ભયંકર પાપાચરણ કરનારાઓ પ્રતિ ઉપેક્ષાભાવ કેળવ, તેઓની કર્માધીન વિચિત્રદશા વિચારી તેઓ પ્રતિ કરુણ-રસ–પ્લાવિત હૃદયવાળા બનવું. - ૨૬. ગુણ અને ગુણ બંને તરફ બહુમાન-આદર-ભાવ કેળવ, પણ દે તરફ ધૃણા અને તિરસ્કાર વૃત્તિ જ રાખવી ઘટે, દેજવાળી વ્યક્તિ પ્રતિ ધુણાભાવ કે તિરસકારભર્યું વર્તન કદાપિ ઉચિત નથી,