________________
છે.
પ્રકરણુ–સત્તરમું.
(
શ્રીજિન-પૂજન-વિધિ.
.
स्नानविलेपनसुसुगन्धिपुष्पधूपादिभिः शुभैः कान्तम् । विभवानुसारतो यत्काले नियतं विधानेन ॥ १ ॥ अनुपकृतपरहितरतः शिवदस्त्रिदशेशपूजितो भगवान् । पूज्यो हितकामानामिति भक्त्या पूजनं पूजा ॥ २ ॥ पञ्चोपचारयुक्ता काचिच्चाऽष्टोपचारयुक्ता स्यात् । ऋद्धिविशेषादन्या प्रोक्ता सर्वोपचारेति ॥ ३ ॥ न्यायाजितेन परिशोधितेन वित्तेन निरवशेषेण । कर्तव्या बुद्धिमता प्रयुक्तसत्सिद्धियोगेन ॥ ४ ॥ शुचिनाऽऽत्मसंयमपरं सितशुभवस्त्रेण वचनसारेण । आशंसारहितेन च तथा तथा भाववृद्ध्योच्चः ॥ ५॥"
સ્નાન-સુગન્ધિ દ્રવ્યોથી સંજિત સ્નાત્ર, વિલેપન– સુગન્ધિ ચન્દન, કપૂર, કુંકુમ અને કેસરાદિ વડે વિલેપન, સારી ગન્ધવાળા જાઈ કેતકી વિગેરેનાં પુષ્પો તથા ગન્ધ દ્રવ્યોથી વાસિત ધૂપ વિગેરે સુગન્ધયુક્ત દ્રવ્ય વડે સદા પિતાના વૈભવને અનુસાર, શાસ્ત્રોક્ત વિધિપૂર્વક, ત્રણે સંધ્યાએ અથવા પોતાની વૃત્તિ–આજીવિકાને વિરોધ ન આવે તે રીતે. (૧)
અનુપકૃત પરહિતરત–નિષ્કારણ સર્વજનવત્સલ, શિવકલ્યાણ અથવા નિરૂપદ્રવને દેનાર, ત્રિદશેશ-ઇન્દ્રાદિ વડે પૂજિત, સમગ્ર ઐશ્વર્યવાન પૂજ્ય ભગવાન શ્રી જિનેશ્વરદેવ હિતાભિલાષ—પ્રાણીઓને ભકિત-વિનયવડે પૂજન કરવા યોગ્ય છે. (૨)