________________
૪૦ ]
દેવદાન
એ જ હેતુ છે. સઢિથી રક્ષણ કરવા માટે પેાતાના પુત્રને ખાડામાંથી ખેંચી કાઢનાર માતા જેમ પુત્રના શરીરે થતી ઇજા માટે ગુન્હેગાર નથી, તેમ અધિક અનિષ્ટનું નિવારણ કરવા માટે શિલ્પાદિને મતાવનાર શ્રી જિનેશ્વર દેવા પણ નિર્દોષ છે, જેનું નિવારણ અસંભવિત છે, એવા દાષાના કારણે બહુ ફાયદો કરનારૂં કર્મ પણ જો દુષ્ટ ગણવામાં આવે તે શ્રી જિનેશ્વરની ધર્મદેશના પણ દોષ વિનાની નહિ કરે: કારણ કે–શ્રી જિનેશ્વરદેવાની દેશનામાંથી જ મિથ્યાત્વના મૂલભૂત બૌદ્ાદિ અને સાંખ્યાદિ દર્શનાની ઉત્પત્તિ થયેલી છે. એ સબંધી શાસ્ત્રોમાં કહ્યું છે કે—
' जावइया णयवाया तावइया चेव परसमया । " “જગતમાં જેટલા નયવાદ છે, તેટલા જ પર દર્શના છે–”
કેટલાક કહે છે કે જીવને જેવું કુશલ ચિત્ત હતું તેવું શ્રી જિનેશ્વર દેવને નથી, માટે તેઓ મહાન નથી. તેઓનું એ કહેવું પણ સર્વથા અયથાર્થ છે. શ્રી જિનેશ્વરાના સમભાવવાળા ચિત્તની આગળ મુદ્દેનું કુશળ ચિત્ત અકિંચિત્કર છે. પેાતાના ધર્મથી જગતના પ્રાણીઓની મુક્તિ થઇ જાઓ અને જગતના પાપે પેાતાનામાં આવી જાએ, આ જાતિનું મુદ્દેનું કુશળ ચિત્ત તત્ત્વથી અસત્ય અને અસંભવિત છે. કારણ કે નિવૃત્તિ જગતની થઈ નથી કિન્તુ મુદ્દની જ થઇ છે, એમ તેનું જ શાસ્ત્ર કહે છે તથા પરસ્પરના ધર્મ અધર્મના પરસ્પરમાં સંક્રમ થવા સર્વથા અસંભવિત છે. એટલા માટે નિર્માહી આત્માઓને આ જાતિનું માઠુ અને અજ્ઞાનથી યુક્ત ચિત્ત કેમ સંભવે ? તૃણ, મણિ, લેષ્ઠુ અને કાંચનાદિ પદાર્થોમાં સમાનવૃત્તિવાળું અને