________________
૨૨૦ ]
દેવદન
પ્રધાન ફળ છે. પોતપાતાની ભૂમિકાને અનુસાર એ ધ્યેયના અનેક પ્રકાર પડી જાય છે. મિથ્યાદષ્ટિને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, અવિરતિધરને દેશિવરતિની પ્રાપ્તિ, દેશવિરતિધરને સર્વવિરતિની પ્રાપ્તિ, સર્વવિરતિધરને અપ્રમત્તઅવસ્થાની પ્રાપ્તિ અને અપ્રમત્તને શુકલધ્યાન અને શ્રેણિની પ્રાપ્તિ-એમ ઉત્તરાત્તર અધિક અધિક ગુણુસ્થાનની પ્રાપ્તિ, એ દેવદર્શનાદિ ધર્મક્રિયાનું અનંતર ફળ છે અને સદ્ગતિમાં જન્મ થવા પૂર્વક મુક્તિની પ્રાપ્તિ એ પર પર ફળ છે.
અહીં એટલું જાણી લેવું જોઇએ કે—વિધિપૂર્વકની પ્રવૃત્તિ ફળ મેળવી આપે છે.
:
ચેાગ્ય કાળ, ઉચિતાસન, યુક્તસ્વરતા, પાઠપયોગ અને ગુરૂવિનય—એ વિધિપરતાનાં લક્ષણા છે.
જિજ્ઞાસા, ગુરૂસંયેાગ, મેધપરિણતિ, સ્વૈર્ય, શ્રદ્ધા, વીર્ય, બુદ્ધિની પટુતા, ચિત્તની એકાગ્રતા, સ્મૃતિની તીક્ષ્ણતા ઇત્યાદિ વિધિપરતાને ઉત્તેજિત કરનારા ગુણા છે.
દીર્ધકાળ પર્યંત, નિરંતર અને સત્કારાદિપૂર્વક આસેવન, એ વિગેરે ફળસિદ્ધિને નિકટ લાવનારા હેતુએ છે.
એ સઘળી સામગ્રીના ચાગ આસન્નભવ્ય લઘુકમી આત્માને આ કાળમાં પણ સંભવે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે—
' न हि दीर्घदौर्गत्यभाकू चिन्तामणिरत्नाऽवाप्तिहेतुः । ' દીર્ઘ દૌગત્યના ભાગી ચિન્તામણિરત્નની અવાપ્તિમાં કારણુ ખની શકતા નથી. એ ન્યાયે અનેક પુદ્ગલ પરાવર્તેપર્યંત હજી જેને સંસારમાં ભટકવાનું છે, તેને ઉપર્યુક્ત સઘળી સામગ્રીને ચેાગ પ્રાપ્ત થતા નથી.