________________
દેવદર્શીન સંબંધી શકા—સમાધાન
[૧૮૩
જેને ભવના રાગ–મહુમાન હાતું નથી અને જે સર્વત્ર ઉચિત પ્રવૃત્તિને આચરનારી હાય છે. એવા માર્ગાનુસારી આત્માની અનાલાગવાળી અને અવિધિવાળી ધર્મક્રિયા પણ ‘સક્રન્ધન્યાય’થી માર્ગમાં લઈ જનારી છે. અપુનર્મન્ધક આત્માની પ્રવૃત્તિનું વર્ણન કરતાં શાસ્ત્રકાર મહર્ષિઓએ ફરમાવ્યું છે કે—
“ તે અકલ્યાણુ મિત્રના યાગના ત્યાગ કરનારો હાય છે. કલ્યાણ મિત્રના સંપર્કને સાધનારા હોય છે. માતાપિતાદિ ગુરૂજનનું સન્માન કરનારા હાય છે. તેમની આજ્ઞાને પરતંત્ર રહેનારા હાય છે. દાનાઢિ કાર્યોમાં યથાશક્તિ પ્રવૃત્તિ કરનારા હાય છે. વિધિપૂર્વક ધર્મશાસ્ત્રને સાંભળનારા હાય છે. મહાપ્રયત્નપૂર્વક તેના વિચાર કરનારા હોય છે. શક્તિના વિચાર કરી તદ્દનુસાર પ્રવૃત્તિ કરનારા હાય છે. ધૈર્યનું અવલખન કરનારા હાય છે. આગામી કાલના વિચાર કરનારા હાય છે. મૃત્યુને જોનારા હાય છે. પરલેાકના સાધનને પ્રધાન માનનારા હાય છે. ભગવાનની પ્રતિમાઓને પૂજનારા હાય છે. ભગવાનના વચનને લખાવે છે તથા ભગવાનના મંગળ નામના નિરન્તર જાપ કરે છે. અરિહંતાદિ ચારને શ્રેષ્ઠ, મંગળ અને શરણભૂત માનીને નિરન્તર પાપની નિન્દા તથા સુકૃતની અનુમેાદના કરનારા હાય છે તથા ઉત્તમ પુરૂષોના હૃષ્ટાન્ત ચાલનારા હૈાય છે. એવા પ્રકારના માર્ગાનુસારી અપુનમૅન્યૂક આત્માની સઘળી ધર્મપ્રવૃત્તિ આદિથી આરભીને જ
૧-પ્રજ્ઞાવાન દેખતાની પાછળ આંધળાએ ચાલવું, તે ‘ સદન્ય ન્યાય ' કહેવાય છે.