________________
૫૪]
દેવદર્શન જોાિ =બધિને આપનારા: બોધિ-જિનપ્રણત ધર્મની
પ્રાપ્તિ. તેને સમ્યગ્દર્શન કહેવાય છે. અપૂર્વકરણરૂપી અધ્યવસાય દ્વારા રાગદ્વેષની તીવ્ર ગાંઠ દાવાથી તે પ્રાપ્ત થાય છે. પ્રથમ, સંવેગ, નિર્વેદ, અનુકમ્યા અને આસ્તિક્ય તેનાં લક્ષણ છે. બીજાઓ તેને “વિજ્ઞપ્તિ કહે છે. તે “વિજ્ઞપ્તિ' ભગવાનથી પ્રાપ્ત થાય છે, માટે ભગવાન બેધિને આપનારા છે.
આ પાંચે અપુનર્બન્ધક–તીવ્રભાવે પાપનહિકરનાર આત્માને હોય છે. પુનર્બન્ધકને તે યથોચિત હોતાં નથી. ઉત્તર ઉત્તર પૂર્વ પૂર્વનાં ફળભૂત છે. અભય-કૃતિનું ફલ ચક્ષુ-શ્રદ્ધા છે. ચક્ષુ-શ્રદ્ધાનું ફળ માર્ગ–સુખા છે. માર્ગ–સુખાનું ફળ શરણવિવિદિષા છે. શરણુ-વિવિદિષાનું ફળ બોધિ-વિજ્ઞપ્તિ છે. એ પાચેને ભગવાન આપે છે. કારણ કે ભગવાન ગુણપ્રકર્ષવાન, અચિત્ય શક્તિમાન તથા સર્વથા પરાર્થરસિક છે. - હવે તેતવ્ય સમ્પદાની વિશેષ ઉપયોગ સર્પદા કહે છે. ઘમ્મરચા=ધર્મને દેનારાઃ ધર્મ શબ્દથી અહીં ચારિત્રધર્મ
લેવાનો છે. તે બે પ્રકારનો છે. સર્વવિરતિરૂપ યતિધર્મ અને દેશવિરતિરૂપ શ્રાવકધર્મ. એ બંને પ્રકારનો ધર્મ ભગવાનથી જ પ્રાપ્ત થાય છે. ધર્મપ્રાપ્તિમાં બીજા પણ કારણો છે. કિન્તુ પ્રધાન કારણ ભગવાન જ છે. ભગવાનના અભાવે બીજા બધા કારણે સ્વીકાર્ય સાધવા માટે સમર્થ નથી અથવા ધર્મપ્રાપ્તિના સર્વ હતુઓના ઉત્પાદક ભગવાન છે, તેથી પણ ભગવાન પ્રધાનહેતુ છે.