________________
ઐયવન્દન કરવાની વિધિ
[ ૧૩૩
"
શ્રીજૈનશાસનમાં પ્રણિધાનાદિ આશયાથી વિશુદ્ધ એવા ચૈત્યવન્દનાદિ સઘળાય ધર્મના વ્યાપાર, મહાસુખસ્વરૂપ મેાક્ષની સાથે આત્માને જોડનારા હાવાથી ‘ચાગ ’· સ્વરૂપ મનાયા છે. તેમાં પણ ચૈત્યવન્દનાદિ ક્રિયા કરતી વખતે સ્થાન અને વર્ણાદિના ઉપયાગ રાખવાથી વિશેષે કરીને ‘ યાગ માર્ગની સાધના થાય છે. ચેાગની એ વિશેષ સાધનાના શાસ્ત્રમાં પાંચ પ્રકાર પાડવામાં આવ્યા છે. સ્થાન–મુદ્રાયેાગ, વર્ણ–અક્ષર, અર્થ શબ્દવાચ્ય, આલંબન-કાયાત્સર્ગાદિ અને નિરાલંબન-એકાગ્રતાપૂર્વક સિદ્ધનું સ્મરણ ઇત્યાદિ ચેાગના પાંચ પ્રકાર છે. એમાં પહેલા બે કર્મક્રિયા ચાગ છે અને પછીના ત્રણ જ્ઞાનયેાગ છે. એ પ્રત્યેકના પાછા ચાર ચાર બેદ છે. ઇચ્છાયાગ, પ્રવૃત્તિયાગ, સ્થિરયાગ અને સિદ્ધિયાગ. ચૈત્યવન્દનાદિ ક્રિયાને વિષે સ્થાન, વર્ણ, અર્થ અને આલંબન વિગેરેનું વિભાવન–વારંવાર સ્મરણ કરવું, એ અત્યંત કલ્યાણુનું કારણ મનાયેલું છે. પ્રણિધાનાદિ આશયા અને સ્થાનાદિ ચાગાના ઉપયાગ વિનાની ક્રિયાને શાસ્ત્રોમાં તુચ્છક્રિયા–દ્રવ્ય ક્રિયા તરીકે સખાધી છે. સ્થાનાદિયાંગ રહિત પુરૂષને ચૈત્યવન્દનાદિ સૂત્ર ભણાવવાની પણ શાસ્ત્રો ના પાડે છે.
स्थानाद्ययोगिनस्तीर्थोच्छेदाद्यालंबनादपि ।
સૂત્રરાને મહાયોષ, ત્યાવાયું: પ્રવક્ષતે ॥૧॥
‘તીર્થને ઉચ્છેદ થશે' ઇત્યાદિ આલંબન લઇને પણ સ્થાનાદિયેગ રહિત પુરૂષને ચૈત્યવન્દનાદિ સૂત્ર ભણાવવામાં સૂત્રની આશાતના રૂપ મહાદોષ છે, એમ ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરાગ્નિ આચાર્ય મહારાજા કહે છે.
[ વધુ નોંધ ૧૩૪ મા પાનામાં. ]
LL
,,