________________
૧૨૦ ]
દેવદર્શન " नित्याऽऽनन्दपदप्रयाणसरणी थेयोऽवनीसारणी। संसाराऽर्णवतारणैकतरणी विश्वद्धिविस्तारिणी, पुण्याङ्करभरप्ररोहधरणी व्यामोहसंहारिणी, प्रीत्यै कस्य न तेऽखिलाऽऽत्तिहरिणी मूतिर्मनोहारिणी॥१४॥'
નિત્યાનંદ–મોક્ષપદ પ્રત્યે પ્રયાણ કરવા માટે નિસરણ, કલ્યાણરૂપી પૃથ્વીની નીક, સંસારસાગર તરવા માટે અદ્વિતીય તરણી–હેડી, સમસ્ત ઋદ્ધિના સમૂહને વિસ્તારનારી, પુણ્યરૂપી અંકુરાના પ્રહ માટે ધરણી, વ્યાહને વિણસાવનારી અને સમસ્ત પીડાઓને હરનારી એવી આપની (શ્રી જિનરાજની) મનહર મૂર્તિ કેની પ્રીતિને માટે ન થાય? ૧૪
" नेत्रे साम्यसुधारसकसुभगे आस्यं प्रसन्नं सदा, यत्ते चाहितहेतिसंहतिलसत्संसर्गशून्यौ करो। अङ्कश्च प्रतिबन्धबन्धुरवधूसम्बन्धवन्ध्योऽधिकम्, तद्देवो भुवने त्वमेव भवसि श्री वीतरागो ध्रुवम् ॥१५॥'
હે જિનરાજ! આપના બે નેત્રે સમતારૂપી સુધારવડે અદ્વિતીય મનહર છે. આપનું મુખ નિરંતર સુપ્રસન્ન છે, આપના હાથ, અહિતકારી શસ્ત્ર સમૂહના સંસર્ગથી શૂન્ય છે તથા આપને અંક-ળો રાગથી મને હર એવી વધૂઓના સંબન્ધથી વિશેષ કરીને વધ્યરહિત છે, તે કારણે હે દેવ! આપજ આ જગતમાં ખરેખર–નિરો વીતરાગ છે. ૧૫