________________
શ્રીજિનપૂજાસંબંધી—શંકા-સમાધાન
[ ૧૦૩
સમાધાન૦ શ્રીજિનપૂજા કરવી, એ પણ શ્રીજિનેશ્વરદેવાની આજ્ઞાનું પાલન જ છે. પૂજા કરતાં આજ્ઞાપાલન
૧–કહ્યું છે કે—
उचितद्रव्यस्तवस्याऽपि आज्ञापालनरूपत्वात् भावस्तवाङ्गतया विधानादिति । '
ધર્માંબિન્દુ અધ્યાય -સૂત્ર ૪૬-૪૭
ઉચિત દ્રવ્યતવ-શ્રીજિનેશ્વરદેવાની દ્રવ્યપૂજા પણુ શ્રીજિનેશ્વ રહેવાની આજ્ઞાના પાલન રૂપ છે. કારણ કે દ્રવ્યસ્તવનું વિધાન ભાવસ્તવ–શુદ્ધયતિધર્માંના કારણ રૂપ છે.
વિષયપિપાસાદિ કારણા વડે સાધુધમ' રૂપી મન્દિરના શિખર પર આરાહણ કરવાને અસમર્થ છતાં ધર્મને કરવાની ઈચ્છાવાળા પ્રાણીને માટે ખીજા માટા સાવદ્યથી નિવૃત્ત થવાના ખીજો કાઈ પણ ઉપાય દેખાતા નથી ત્યારે શ્રીજિનેશ્વરદેવે તેને માટે સદારંભ રૂપ શ્રી જિનપૂજાદિ દ્રવ્યસ્તવને ઉપદેશ આપે છે. કહ્યું છે કે
66
काले सुइभूएणं विसिहपुप्फाइएहिं विहिणा उ ।
*
""
सारथुइथोत्तगरुई जिणपूआ होइ कायव्वा ॥ १ ॥
ચેાગ્ય કાલે, પવિત્ર બનીને, વિશિષ્ટ પુષ્પાદિ સામગ્રી વડે, શ્રેષ્ઠ સ્તુતિ અને સ્તોત્રાદિ વડે પ્રધાન એવી શ્રીજિનપૂજા વિધિપૂર્વક ( નિરંતર ) કરવી જોઇએ.—(૧)
દ્રવ્યસ્તવનું ફળ દર્શાવતાં કહ્યું છે —
“जिनभवनं जिनबिम्बं जिनपूजां जिनमतं च यः कुर्यात् ।
cr
,,
तस्य नरामरशिव सुखफलानि करपल्लवस्थानि ॥ २ ॥ શ્રીજિનભવન, શ્રીજિનબિમ્બ, શ્રીજિનપૂન અને શ્રીનિમતને જે કરે છે, તેને નરસુખા, સુરસુખા અને શિવસુખા રૂપી ફળા કરપલ્લવમાં–હથેલીમાં આવી મળે છે. (૨)
એ રીતે શ્રી જિનપૂજાદિ દ્રવ્યસ્તવ પણ ભગવાનની આજ્ઞા– ઉપદેશના પાલન રૂપ જ છે.