________________
શ્રીજિન-પૂજન-વિધિ
| | ૯ વેદનીયકર્મ–જીવયતના અને જીવદયાની ભાવનાપૂર્વક
શ્રી જિનપૂજા થતી હોવાથી અશાતાવેદનીય આદિકર્મનો
ક્ષય થાય છે. મોહનીયકર્મ–-શ્રી અરિહંત પરમાત્માના ગુણના સ્મરણથી
દર્શનમોહનીય અને શ્રી સિદ્ધપરમાત્માના ગુણના
સ્મરણથી ચારિત્રમેહનીય કર્મ નાશ પામે છે. આયુષ્યકર્મ–અક્ષયસ્થિતિને વરેલા શ્રીજિનેશ્વરદેવના
પૂજનના શુભ અધ્યવસાયથી ચારે ગતિના આયુષ્ય
કર્મને છેદ થાય છે. નામકમ-શ્રીજિનેશ્વરદેવના નામસ્મરણ આદિથી સંસારમાં કે
વિચિત્ર પ્રકારના નામ અને આકાર અપાવનાર નામ કર્મનો નાશ થાય છે. ત્રકર્મ-શ્રી જિનેશ્વરદેવને વંદનાદિ કરવાથી નીચ ગોત્ર
કર્મને ક્ષય થાય છે. અંતરાયકર્મ–શ્રીજિનપૂજામાં શક્તિ, સમય તથા દ્રવ્યા
દિને સદુપયોગ થવાથી દાનાંતરાય આદિ પાંચ પ્રકારના અંતરાય કર્મને ક્ષય થાય છે.
શ્રી જિનપૂજનમાં થતા ઉપરોક્ત લાભનું અહીં માત્ર સામાન્ય વર્ણન કર્યું છે. ભાવવૃદ્ધિથી લાભની વૃદ્ધિ અને ભાવની હાનિથી લાભની હાનિ સમજી લેવાની છે. કેઈ આત્મા દુષ્ટ અધ્યવસાયથી પણ શ્રીજિનેશ્વરદેવની પૂજા કરે તે તેને લાભના બદલે હાનિ પણ થાય, એ વાત સમજી