________________
=
C
૯૦ ]
દેવદર્શન ગસાર અને મોગસાર-કાયાદિના દેને જેમાં ત્યાગ છે, એવી અતિચાર રહિત પૂજા, એ પણ પ્રધાન પૂજા છે. (૬)
પહેલી કાયોગસાર-કાયાના દોષથી રહિત પૂજાને વિનેપશમની, બીજી વચનગાર-વાણીના દોષથી રહિત પૂજાને અભ્યદયપ્રસાધની અને ત્રીજી મોગસાર-મનના દોષથી રહિત પૂજાને નિર્વાણસાધની, એ રીતે યથાર્થ સંજ્ઞાવાળીનામ મુજબ ફલને આપનારી ત્રણ પ્રકારની પૂજા કહેલી છે. (૭)
એ ત્રણ પ્રકારની પૂજાના અન્વર્ગ એવા બીજા પણ ત્રણ નામ શ્રી પૂજાવિશિકામાં ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે કહેલાં છે. સમન્તભદ્રા, સર્વમંગલા અને સર્વસિદ્ધિફલા. પ્રથમ પૂજા પ્રથમ અવક વેગથી અવિરતિ સમ્યગુદષ્ટિને હોય છે. બીજી પૂજા દ્વિતીય અવંચક વેગથી ઉત્તરગુણધારી શ્રાવકને હોય છે. ત્રીજી પૂજા તૃતીય અવંચક વેગથી મૂત્તર ગુણધારી પરમ શુદ્ધ શ્રાવકને હોય છે. પ્રથમ પૂજામાં પૂજક પોતે સુગન્ધિત પુષ્પાદિની સામગ્રી લાવે છે. દ્વિતીય પૂજામાં ક્ષેત્રાન્તરથી બીજા પાસે મંગાવે છે. તૃતીય પૂજામાં ત્રણ લેકમાં જેટલી સુંદર વસ્તુઓ છે તે નન્દનવનગત પારિજાત કુસુમાદિ સર્વને મનથી પોતે લાવે છે. અખિલ ગુણાધિકસમસ્ત પ્રાણીગણથી અધિક ગુણવાન શ્રી જિનેશ્વરદેવની પૂજા અખિલગુણાધિક પૂજેપકરણ વડે સર્વ કરતાં અધિક ગુણવાલાં સારભૂત પૂજાના ઉપકરણ વડે બુદ્ધિમાન પુરૂષએ કરવી જોઈએ. એ રીતે કરેલી પૂજાજ ચિત્તને પરિપૂર્ણ સંતોષ આપનારી થાય છે. અન્યથા નહિ.