SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભો ! સુચિરૂપી દિવ્ય ગુણની બનેલી સારંગી તે જૂઓ ! તેમાંથી કેવા કર્ણપ્રિય સ્વરે નીકળી રહ્યા છે ! અને વૃત્તિવિજય રૂપી દિવ્ય અશ્વના લાંગુલના કેશથી બનેલે સારંગી વગાડવાને આ ગજ તે જૂએ ! તે કે શોભી રહ્યો છે ! પ્રત્યે ! યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિરૂપી અમૂલ્ય મોતીઓથી ગુંથાયેલી આ મોતીની માળા આપશ્રીના કંઠમાં આરોપણ કરવાને તૈયાર રાખેલી છે. તેને આપ સ્વીકાર કરી સેવકને કૃતાર્થ કરો ! હે પ્રભો ! દાન, શીલ, તપ અને ભાવ રૂપી હીરાઓથી બનેલ આ હીરાને હાર કે શેભી રહ્યો છે? તેને આપ નિરખે ! હે નાથ અનંતકાલ સુધી ન બગડે તેવા સમ્યકત્વ, ઈન્દ્રિયદમન, મને જય, વૃત્તિવિજય અને શાસનેદારની કામનારૂપી દિવ્ય પદાર્થોમાંથી બનેલાં આ પાંચ જાતના પફવા આપની સમીપે રાખેલા છે. તે કેવા શેભી રહ્યાં છે? તે તો જુઓ ! આવે, આ પ્રભુ ! વગર વિલબે પથાર અને આપના ભક્તની ઉત્કૃષ્ટ કામના પૂર્ણ કરે! નાથ ! અનંતકાળની અભિલાષા તૃપ્ત કરો ! અનંતકાળની ઝંખના તૃપ્ત કરે ! પ્રભો ! સેવકના મને સફળ કરો !
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy