SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪૫ સર્વ સંગોમાં માધ્યથ્ય અને સર્વ સદ્દગુણેનાં પાલન પ્રત્યેને ઉત્સાહ વગેરે પ્રશસ્ત અધ્યવસાયે રહેલાં છે. સામાયિકનાં મુખ્યત્વે ચાર પ્રકાર છે. શ્રત સામાયિક, સમ્યકત્વ સામાયિક, દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિક. શ્રત સામાયિક અમુક સમય સુધી શાસ્ત્રપાઠ ભણવાનાં નિયમરૂપ છે. સમ્યકત્વ સામાયિક શ્રદ્ધાળુણની શુદ્ધિરૂપ છે. દેશવિરતિ સામાયિક બે ઘડી પ્રમાણ સાવદ્ય વ્યાપારનાં ત્યાગનાં નિયમરૂપ છે. સર્વવિરતિ સામાયિક જીવનપર્યત નિરવદ્ય વ્યાપારનાં પાલનની પ્રતિજ્ઞારૂપ છે. બીજી રીતે શ્રત સામાયિક શાસ્ત્રાભ્યાસ વડે થઈ શકે છે. સમ્યફ સામાયિક, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિથ આદિ ગુણનાં આસેવન વડે થઈ શકે છે. દેશવિરતિ સામાયિક સ્થૂલ હિંસા, શૂલ અસત્ય, સ્કૂલ ચોરી વગેરે પાપવ્યાપારોને તજવા વડે થઈ શકે છે. સર્વવિરતિ સામાયિક હિંસાદિક પાપપ્રવૃત્તિઓને સર્વથા ત્યાગ કરવા વડે થઈ શકે છે. સામાયિકને શ્રાવકનાં બાર વતેમાંનું નવમું વ્રત પણ કહ્યું છે. તેને શિક્ષાવ્રત કહેવાય છે. શિક્ષા એટલે અભ્યાસઆત્માની નિમંળતાને અભ્યાસ, પાપભારથી હલકા થવાનો અભ્યાસ અને જીવ માત્ર પ્રત્યે સમતાભાવ કેળવવાનો અભ્યાસ. આ વ્રતને વારંવાર અભ્યાસ થવાથી આત્મા સર્વ
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy