SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મને પ્રભાવ દશ પ્રકારના ચારિત્રધર્મના પ્રભાવથી સૂર્ય-ચંદ્ર વિશ્વ ઉપર ઉપકાર કરવા દરરોજ ઉદય પામે છેઃ વરસાદ સમયસર વરસે છે, સમુદ્ર મર્યાદા છેડતે નથી, સિંહ વાઘ, વાવાઝોડા, દાવાનળ સંહાર કરતા નથી, પૃથ્વી આધાર વિના ટકી રહે છે. એ વગેરે સર્વ નિયમિતપણે વિશ્વમાં વ્યવસ્થિત રીતે ચાલુ રહ્યું છે, તે સર્વ ધર્મનો પ્રભાવ છે. શાસ્ત્રકાર મહષિઓ ધર્મભાવના નામની બારમી ભાવનામાં ધર્મને પ્રભાવ એ રીતે વર્ણવે છે. હમતથા”—એ પદની ટીકા કરતાં પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મ. લલિત વિસ્તરા નામના ગ્રન્થરત્નમાં ફરમાવે છે કે 'सामायिकादिगतविशुद्धक्रियाऽभिव्यङ्ग्यसकलसत्त्वहिताशयामृतलक्षणस्वपरिणाम एव साधुधर्मः ।' અર્થ-સામાયિકાદિની વિશુદ્ધ ક્રિયાથી અભિવ્યક્ત થત સકલ પ્રાણીઓના હિતના આશયરૂપ અમૃત લક્ષણ સ્વપરિણામ એ જ સાધુધર્મ છે.” આને સર્વવિરતિ ચારિત્રધર્મ કહે છે. ધર્મ એટલે જ ચારિત્રધર્મ. એ સાધુધર્મને પ્રાપ્ત કરવાને પરિણામ એ ૩૫
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy