SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૯ કાયાની ચપળતાના પ્રયત્નપૂર્વક ત્યાગ કરવા. પછી રસથી ભરેલા વાસણની માફક પોતાના આત્માને પ્રશાંત અને નિશ્ચલપણે ધારણ કરવા. પ્રશસ્ત સ્થાનમાં સુખાસને બેસવુ દૃષ્ટિને નાફ્રિકાના અગ્ર ભાગ ઉપર એટલે કે એ ભવાંની વચ્ચે ભૃકુટિ મધ્યમાં સ્થાપન કરવી. પગના અંગુઠાથી માંડી મસ્તકના અગ્ર ભાગ સુધીના શરીરનાં બધાં અવયા શિથિલઢીલા-પ્રયત્ન વિનાના કરવાં. અર્થાત્ શરીરમાં કયાંય તનાવ -ખેચાલુ ન રહેવુ જોઇએ. મનને પ્રસન્નતાયુક્ત કરી તેને ઇન્દ્રિયાના વિષયમાંથી રાગ-દ્વેષ રહિત બનાવવું, તદ્ન તટસ્થ, જ્ઞાતા-દેશા ભાવવાળા મની સર્વત્ર સમતાભાવને " ધારણ કરી લો, ’ સોડ ’— જે પરમાત્મા છે, તે જ હું છુ પરમાત્મા છે, તે જ હું છું એ રીતે પરમાત્માની સાથે એકતાર બની પરમાત્મામાં મનને વિલીન કરવું. આ જાતિના વારવારના અભ્યાસથી સાધક પરમાત્માની સાથે તન્મયપણું પ્રાપ્ત કરે છે. " પરમાત્માની સાથે આત્માનું આવું તન્મયપણું પ્રાપ્ત કરવું એ જ ચાગના અંતિમ આદેશ છે. તે દ્વારા આત્મા આનંદની પરમ સીમા સુધી પહોંચી શકે છે અને તેથી જ પરમાત્મપણું પ્રાપ્ત કરવા માટે ધ્યાનને અન્ય સાધન કહેવામાં આવ્યું છે. * સ્થાન, આસન તથા દિશા આદિના જે જે નિયમા સાધનામાં” આપવામાં આવ્યું છે તે બધાં અહી... પણ જરૂરના છે. જપ
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy