SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૩ “મુક્તિથી અધિક તુજ ભકિત મુજ મન વસી, જેહશું સબળ પ્રતિબંધ લાગે; ચમક પાષાણ જેહ લેહને ખિંચ, મુકિતને સહજ તુજ ભકિતરાગે, અન્યત્ર એક સ્થળે તેઓશ્રીએ સંસ્કૃત કાવ્યમાં પણ ફરમાવ્યું છે કે સામેતમા દ્રઘં, છત્તાવાત . भक्तिर्भागवती बीजं, परमानंदसम्पदाम् ॥ १ ॥ અર્થ-શ્રુતસાગરનું અવગાહન કરવાથી આ પ્રકારને સાર મેં પ્રાપ્ત કર્યો છે કે-શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ એ જ એક પરમાનંદ-મેક્ષની સંપદા (લક્ષ્મી)નું બીજ છે. તાપર્ય એ છે કે-પ્રભુભક્તિ અવશ્ય મુક્તિને ખેંચી લાવે છે. ભક્તિ એ મુક્તિનો અમોઘ ઉપાય છે. જેને મુક્તિની ઈચ્છા હોય, તેણે મુક્તિના અનન્ય કારણરૂપ પ્રભુભક્તિને પિતાના આત્મામાં જગાડવી જ જોઈએ. એ પ્રમાણે કાર્ય કારણની સનાતન વ્યવસ્થા છે. વાસ્તવિક કારણેના સેવન વિના વાસ્તવિક કાર્યની ઉત્પત્તિ કદી પણ થતી નથી. સમક્ષઓ માટે મોક્ષપ્રાપ્તિ એ કાર્ય છે અને પ્રભુભક્તિ એ એનું કારણ છે. એટલે જેમને કાર્યની ઇચ્છા હોય, તેમણે અવિરતપણે નિયમિત આદર અને બહુમાન પૂર્વક પ્રભુભક્તિમાં લાગી જવું, એ જ કાર્યસિદ્ધિને મહામંત્ર છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy