SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૩૭ પમાડવાને સંગ મળે તે વળી શકે છે. કિન્ત શ્રી જિનેશ્વરદેવના ઉપકારનો બદલો વાળવાને કઈ માર્ગ જ નથી. કારણ કે તેઓ કૃતકૃત્ય થયેલા છે. વલી તેઓને ઉપકાર લૌકિક સર્વ ઉપકાર કરતાં અનંત ગુણો માટે છે સદ્ધર્મ પમાડનાર ધર્મગુરુના ઉપકાર કરતાં પણ તેમને ઉપકાર પ્રધાન છે. શ્રી જિનેશ્વરદેએ કેવલજ્ઞાન પામીને ધર્મતીર્થ ની સ્થાપના ન કરી હોત તે ધર્મગુરુ પણ ઉપકાર કરવા અસમર્થ હતા-એ કારણે શ્રી જિનેશ્વરદે તે ગુરુના પણ ગુરુ છે. ત્રણે જગતમાં અજ્ઞાનરૂપી અંધકારને ટાળનારા છે, આંધળાને આંખ આપનાર ઉપકાર કરતાં પણ તેઓ મેટા ઉપકારી છે. ત્રણ જગતને કૃતરૂપી ચક્ષુનું દાન કરીને તેઓએ અનુપમ ઉપકાર કરે છે. મરતાને જીવન આપનાર કરતાં પણ તેઓ અનંતગુણા ઉપકારી છે કારણ કે મરતાને જીવાડ્યા પછી પણ તેનું ફરીવાર મરવાનું અટકતું નથી. શ્રી જિનેશ્વરદેએ જગતના જીને કદી પણ મરવું ન પડે તે માર્ગ પ્રકા છે. એ માર્ગનું આસેવન કરીને અનંતાનંત આત્માઓ જન્મ, જરા અને મરણની અનંત આપત્તિઓને તરી ગયા છે, તરી રહ્યા છે અને તારી જનારા છે. તેથી એમના સમાન બીજા કોઈ ઉપકારી નથી. ત્રિજગશરણ, ત્રિભુવનબાંધવ, અકારણવત્સલ, અસંકહિપતકલ્પવૃક્ષ, અચિત્યચિન્તારન, કૃપાસિંધુ, સર્વજનહિતચિંતક, આન્તરિકધનદાતાર, મુક્તિ પથપ્રદર્શક, ઘરસંસારરૃપસમુદ્ધરણ, ભવાટવીસાર્થવાહ. ભદધિનિયંક, મહાપ અને મહામાહણાદિ અનંત ઉપમાઓથી અલકૃત શ્રી જિનેશ્વરદેવને ઉપકાર અચિનન્ય છે. એ ઉપકારીના ઉપકાર તળે પ્રાણીમાત્ર દબાયેલ છે. જ્ઞાનરૂપી ધન આપીને ૨૨
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy