SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૨ " સર્વત્ર મન વચન અને કાયાની એકાગ્રતા રાખવી, તેને પણ “પ્રધાન ત્રિક' કહેવાય છે. પાંચ અભિગમના નામ અનુક્રમે નીચે મુજબ છે. “અભિગમ વિધિ” એટલે “શ્રી જિનેશ્વરદેવની સન્મુખ જવાની વિધિ– ૧-સચિત્ત દ્રવ્યને ત્યાગ-શ્રી જિનમંદિરમાં પ્રવેશ કરતી વખતે પોતાને સૂંઘવાનાં પુ તથા પહેરેલી પુષ્પની માળા વિગેરે સચિત્ત દ્રવ્ય બહાર મૂકીને પ્રવેશ કરે. અચિત્ત વસ્તુઓ પણ પિતાને ખાવા-પીવાની કે સૂઘવાની હેય તે પ્રભુની દષ્ટિ ન પડે તેમ ચાની બહાર મૂકીને અંદર જવું, ૨–અચિત્ત દ્રવ્યને–અત્યાગ, પહેરેલાં અલંકાર, વસ્ત્ર અને રૂપાનાણુ ઈત્યાદિ અચિત્ત દ્રવ્ય ન છોડવાં તે. તેને ઉતારીને જવાથી ધર્મની શોભામાં અભિવૃદ્ધિ થતી નથી તેમ જ અંગ ઉપર ધારણ કરી રાખવાથી ધર્મ અને શાસનની શોભા વધે છે. ૩-મનની એકાગ્રતા-પ્રભુનું બિંબ દષ્ટિએ પડતાંની સાથે જ બીજા વિચારોને ત્યાગ કરી ચિત્ત તેને વિષે જ એકાગ્ર કરવું. ૪-ભૂમિ પ્રમાર્જન માટે, બંને છેડે દશીઓવાળું અને વચ્ચે સાંધા વિનાનું એકશાટી ઉત્તરસંગ અર્થાત્ ખેસ રાખો. પ-મસ્તકે અંજલિ-શ્રી જિનેશ્વરદેવનાં દર્શન થતાંની સાથે મસ્તકે બે હાથ જોડીને પ્રણામ કરે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy